T-20 વર્લ્ડ કપઆંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

T20 વિશ્વકપમાં ભારત ફાઈનલમાં નહીં આવેઃ કોણે કરી આવી આગાહી? કઈ ચાર ટીમ સેમી ફાઈનલમાં હશે?

  • T20 વર્લ્ડ કપ 2024માં સેમી ફાઇનલ ભારત સીવાય અન્ય ચાર ટીમો વચ્ચે રમવાની ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનને કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

HD ન્યૂઝ ડેસ્ક, 1 મે: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને T20 વર્લ્ડ કપ 2024ને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. માઈકલ વોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર T20 વર્લ્ડ કપમાં કઈ ટીમો સેમી ફાઈનલમાં આવશે તેની ભવિષ્યવાણી કરતી એક પોસ્ટ શેર કરી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાનીએ આશ્ચર્યજનક રીતે ભારતનું નામ ટોચની 4 ટીમોમાં નથી રાખ્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માઈકલ વોને લખ્યું કે, “ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ મારી સેમી ફાઈનલ લિસ્ટમાં છે.” ભારતીય ટીમ સેમી ફાઇનલમાં નહીં પહોંચી શકે.

અહીં જૂઓ ટ્વિટ:

 

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકી

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. આ સિવાય સાઉથ આફ્રિકાની ટીમ હજી પણ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં સેમી ફાઈનલને લઈને માઈકલ વોન દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

T20 વર્લ્ડ કપ 2024 ફોર્મેટ (ICC T20 વર્લ્ડ કપ 2024નું ફોર્મેટ)

આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ છે. જ્યાં T20 વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. આ પછી સુપર 8 રાઉન્ડમાં 8 ટીમોએ મેચ રમવાની છે. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમી ફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. આ પછી સેમી ફાઈનલ મેચ જીતનારી ટીમો એકબીજાની વચ્ચે ફાઇનલ મેચ રમશે.

વર્લ્ડ કપ ગ્રુપ (ICC)

  • ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
  • ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

આ પણ વાંચો: T20 World Cup 2024 માટે કઈ IPL ટીમોમાંથી પસંદ થઈ ટીમ? કઈ ટીમ રહી બાકાત?

Back to top button