ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

રોજ નહાતી વખતે પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુઓ, નહીં પડે પર્ફ્યુમની જરૂર

Text To Speech
  • કેટલીક વ્યક્તિઓને પરફ્યુમ લગાવ્યા પછી પણ સતત પરસેવો થતો હોય છે અને શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. આ કારણે વ્યક્તિનો કોન્ફિડન્સ પણ નબળો પડે છે

ઉનાળામાં સામાન્ય રીતે થોડો વધુ પરસેવો થતો હોય છે, આવી સ્થિતિમાં શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જે ક્યારેક અકળામણનું કારણ બની જાય છે. કેટલીક વ્યક્તિઓને પરફ્યુમ લગાવ્યા પછી પણ સતત પરસેવો થતો હોય છે અને શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. આ કારણે વ્યક્તિનો કોન્ફિડન્સ પણ નબળો પડે છે. જો તમે પણ આવી જ પરિસ્થિતિ સામે લડી રહ્યા હો તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનો ઉપયોગ કરીને તમે આ તકલીફ દૂર કરી શકો છો. તમે એ વસ્તુઓને પાણીમાં મિક્સ કરીને નહાશો તો પરસેવાની દુર્ગંધથી છૂટકારો મેળવી શકશો.

ગુલાબજળ

તમે સ્નાન કરતી વખતે પાણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો. તેનાથી તમારા શરીરમાંથી દુર્ગંધ દૂર થશે અને તમારી ત્વચા સુંદર બનશે. આ સિવાય તમે પાણીમાં લીંબુનો રસ પણ નાખી શકો છો. આમ કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને દુર્ગંધ દૂર થાય છે. જો તમે તમારા શરીરમાં આવતી વાસ દૂર કરવા અને સુંદર દેખાવા માંગતા હોવ તો તમે નહાવાના પાણીમાં ચંદનનો પાવડર પણ ઉમેરી શકો છો.

રોજ નહાતી વખતે પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુઓ, નહીં પડે પર્ફ્યુમની જરૂર

ફુદીનાના પાન

ફુદીનાના પાન ઉનાળાની ઋતુમાં ત્વચાને ચમકદાર બનાવવામાં અને શરીરને ઠંડક પ્રદાન કરવામાં મદદ કરે છે. તે ખરાબ ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે છે. તમે નહાવાના પાણીમાં લવંડર ઓઈલ પણ ઉમેરી શકો છો, તે ત્વચાને સુગંધિત બનાવે છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ કરી લો. જો આ બધી વસ્તુઓ તમારી ત્વચાને અનુકુળ આવતી નથી, તો તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

આટલું રાખો ધ્યાન

આ વસ્તુઓને પાણીમાં ભેળવીને નહાવાથી તમે પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો, પરંતુ આ વસ્તુઓનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. કોઈ પણ વસ્તુના વધુ પડતા ઉપયોગથી સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો તમે ઈચ્છો તો સ્નાન કર્યા પછી શરીર પર મોઈશ્ચરાઈઝર અથવા લોશન લગાવી શકો છો. ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને આ વસ્તુઓથી એલર્જી થઈ શકે છે. જો આવું થાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચોઃ ખાલી પેટે એક ચમચી ઘી ખાવાનો ટ્રેન્ડ કેમ થયો લોકપ્રિય? શું છે ફાયદા?

Back to top button