ટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રાષ્ટ્રપતિ મુર્મુને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અંગેના રાહુલ ગાંધીના નિવદેનનું ચંપત રાયે કર્યું ખંડન

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને  આમંત્રણ ન આપવાનો આરોપ લગાવ્યો હતો
  • શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે રાહુલ ગાંધીના આ આરોપનુ ખંડન કરતા પ્રતિક્રિયા આપી
  • ચંપત રાયે જણાવ્યું કે શુભ  સમારોહમાં રાષ્ટ્રપતિ સહિત ઉપરાષ્ટ્રપતિને પણ આમંત્રિત કરાયા હતા

અયોધ્યા,1 મે: ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મૂર્મૂ આજે બુધવારને પહેલી મેએ અયોધ્યામાં શ્રી રામલલાના દર્શન કરવા પહોંચ્યા છે તે સમયે અગાઉ તેમના નામે વિવાદ કરવાના કોંગ્રેસ નેતાના પ્રયાસોની શ્રી રામમંદિર ટ્રસ્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ ન આપવા અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ચંપત રાયે કહ્યું છે કે આ સંદર્ભમાં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલું નિવેદન સંપૂર્ણપણે ‘અસત્ય, આધારહીન અને ભ્રામક’ છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં એક સભામાં કહ્યું હતું કે અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આદિવાસી હોવાના કારણે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. અમને રાહુલ ગાંધીના આ પ્રકારના આરોપ સામે ગંભીર વાંધો છે.

 

રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કરાયા હતા

ચંપત રાયે કહ્યું, ‘અમે જણાવવા માંગીએ છીએ કે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ બંનેને અયોધ્યામાં આયોજિત શુભ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો, ગરીબ, સંત-મહાત્મા, લઘુમતી વર્ગના લોકો અને વિવિધ ક્ષેત્રના અન્ય મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મંદિર નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવી લોકો પણ હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિના ઘણા પરિવારોએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ‘શુભ મંડપ’માં પૂજા પણ કરી હતી.

રાહુલ ગાંધીના આરોપનું ખંડન કરતા ચંપક રાય 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રીએ કહ્યું, ‘ભગવાન રામે તેમના જીવનમાં કોઈની સાથે ભેદભાવ નથી કર્યો. રામ મંદિરના નિર્માણમાં કાર્યરત ટ્રસ્ટ પણ કોઈની સાથે ભેદભાવનો કરવાનું વિચારી પણ ન શકે. યોગ્ય જાણકારી પ્રાપ્ત કર્યા વિના આવા ખોટા, આધારહિન અને ભ્રામક ભાષણ દેવાથી સમાજમાં ગંભીર મતભેદ ઉત્પન્ન્ થઈ શકે છે. આથી આ રાહુલ ગાંધીના આ પ્રકારના કથન સામે અમે ગંભીર આપત્તિ વ્યક્ત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આદિવાસી હોવાના કારણે શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જે અંગે રામમંદિરના ટ્રસ્ટી ચંપત રાયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો: ‘રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો’: કર્ણાટકમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો

Back to top button