ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિન્દુ લગ્ન જરૂરી સંસ્કાર અને વિધિઓ વગર અમાન્ય: વિવાહ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Text To Speech
  •  નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિન્દુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી

નવી દિલ્હી, 1-મે: લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે “ગીત-નૃત્ય”, “વાયનિંગ-ડાયનિંગ”નું આયોજન નથી. જો જરૂરી વિધિઓ કરવામાં ન આવી હોય તો હિન્દુ લગ્ન અમાન્ય છે અને આવા લગ્ન નોંધણી માટે માન્ય ગણી શકાતા નથી. આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિન્દુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી છે.

 

હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે, જેને સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થા તરીકેનો દરજ્જો મળવો જોઈએ: SC

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિન્દુ લગ્નને માન્ય રાખવા માટે, તે સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ પરિભ્રમણના સાત પગલાં) જેવા યોગ્ય સંસ્કારો અને વિધિઓ સાથે કરવામાં આવે છે અને વિવાદોના કિસ્સામાં આ વિધિઓનો પુરાવો રહે છે. જસ્ટિસ બી. નાગરત્નાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થા તરીકેનો દરજ્જો મળવો જોઈએ. આ કારણોસર, અમે યુવક-યુવતીઓને વિનંતી કરીએ છીએ કે, લગ્નમાં પ્રવેશતા પહેલા તેના વિશે ઊંડાણપૂર્વક વિચાર કરો અને ભારતીય સમાજમાં આ વિધિઓ કેટલી પવિત્ર છે તેનો વિચાર કરો.

જસ્ટિસ બી. નાગરત્ના વધુમાં કહ્યું કે, લગ્ન એ ‘ગીત અને નૃત્ય’ અને ‘પીવા અને જમવાનું’ અથવા અનુચિત દબાણ દ્વારા દહેજ અને ભેટોની માગણી અને વિનિમય કરવાનો પ્રસંગ નથી. જે બાદ કોઈપણ સંજોગોમાં ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાય છે. લગ્ન એ કોઈ વ્યાપારી વ્યવહાર નથી, તે ભારતીય સમાજના એક મહત્ત્વપૂર્ણ સંસ્કાર\વિધિ છે, જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જે ભવિષ્યમાં વધતા પરિવાર માટે પતિ અને પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરે છે.

આ પણ જુઓ: બેન્ડ બાજા વોટ! જમ્મુ-કાશ્મીરના નવવિવાહીત યુગલે લગ્ન પછી તરત જ કર્યું મતદાન, વીડિયો વાયરલ

Back to top button