ગુજરાત

નિંદનીય કૃત્ય : ડીસાના છોટાપુરા ગવાડીમાં અસામાજિક તત્વોએ ગાય પર ફેક્યું એસીડ, 6 પશુઓને ઈજા 

Text To Speech

ડીસા શહેરના છોટાપુરા ગવાડી વિસ્તારમાં ગાય અને નંદી પર અસામાજિક તત્વો દ્વારા એસિડ ફેંકતા ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી જીવદયા પ્રેમીઓ દ્વારા આ તમામ નંદી અને ગાયોને સારવાર અર્થે ડીસાની ગૌશાળા ખાતે લાવવામાં આવી હતી.

એસિડ ફેંકતા છ પશુઓને ઈજા 

ડીસા શહેરના છોટાપુરા ગવાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક ગાય અને છ નંદી પર એસિડ ફેકવામાં આવ્યું હતું. જેથી આ તમામ ગાય અને નંદીની ચામડી બળી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. એસિડની પીડા એટલી ગંભીર હતી કે તમામ નંદી અને ગાયો રોડ પર પીડા સહન કરી રહી હતી. આ અંગે જીવ દયા પ્રેમીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ ઘટનાને વખોડી કાઢી હતી. જે પણ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે, તેની સામે રોષ વ્યક્ત કરી ફરિયાદ નોંધાવાની તજબીજ હાથ ધરી છે. જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા ડીસા ખાતે આવેલી ગૌશાળામાંથી પશુઓ પકડવા માટેનું સાધન લાવી એસિડથી ઇજાગ્રસ્ત નંદી અને ગાયને મહામુસીબતે સારવાર અર્થે ગૌશાળા ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા નંદી અને ગાયની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.

Back to top button