ખાલી પેટે એક ચમચી ઘી ખાવાનો ટ્રેન્ડ કેમ થયો લોકપ્રિય? શું છે ફાયદા?
- પહેલાના સમયમાં માત્ર ઘીમાં જમવાનું બનાવવામાં આવતું હતું અને આ કારણે લોકોની હેલ્થ પણ સારી રહેતી હતી. તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામીન એ આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર લોકો સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાવાના ફાયદા અંગે જણાવે છે તેમાં મોટી સંખ્યામાં બોલિવૂડ અભિનેત્રીઓથી લઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ સામેલ છે. આ ટ્રેન્ડ એમ જ લોકપ્રિય બન્યો નથી, પરંતુ તેના હેલ્થ માટે અનેક ફાયદા પણ છે. પહેલાના સમયમાં માત્ર ઘીમાં જમવાનું બનાવવામાં આવતું હતું અને આ કારણે લોકોની હેલ્થ પણ સારી રહેતી હતી. તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામીન એ આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ઈમ્યુનિટી વધારે
ઘી બ્યુટિરિક એસિડથી ભરપૂર હોય છે, જે શરીરને બીમારીઓથી લડનારી ટી-કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે, તેથી તેનું સેવન તમારા શરીરની બીમારીઓ સામે લડે છે.
પાચન માટે બેસ્ટ
ઘી પોષક તત્વોથી ભરપૂર છે. તે તમારા પેટ અને પાચનને મજબૂત બનાવે છે. રોજ સવારે ખાલી પેટે ઘીનું એક ચમચી સેવન કરવાથી પાચનતંત્રને પ્રોત્સાહન મળે છે. એક ચમચી ઘી ખાવાથી પાચનતંત્ર સારું રહેતું હોવાની વાત તો પૂર્વજો પણ કહેતા હતા, તેના કારણે અલ્સર જેવી બીમારીઓનો ખતરો ઓછો રહે છે.
વેઈટ લોસ
ઘીનું સેવન કરવાથી વજન પણ કાબૂમાં રહે છે. ઘી બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે, તેનાથી મેટાબોલિઝમ તેજ થાય છે, ઘી ચરબીને બાળવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે ઘઈ ખાવાથી ભૂખ કન્ટ્રોલમાં રહે છે અને આપણે વારંવાર જમતા નથી.
સ્કિન માટે ફાયદાકારક
ઘીનો ઉપયોગ સ્કિન માટે વરદાન સમાન છે, કેમકે તેમાં રહેલા વિટામીન્સ સ્કિનને ટાઈટ રાખે છે અને તમને એજિંગથી બચાવે છે. પહેલાના સમયમાં તેનો ઉપયોગ સુંદરતા ટકાવી રાખવા માટે થતો હતો. તેને ચહેરા પર લગાવવાથી સ્કિન મુલાયમ રહે છે.
વાળ રહે છે હેલ્ધી
તેમાં વિટામીન ઈ હોય છે. જે વાળ અને માથાની ત્વચા માટે સારું છે. તેમાં મોઈશ્ચરાઈઝિંગ ગુણ પણ હોય છે, તે માથાની ખોપડી પર થતી ડ્રાયનેસથી બચાવે છે અને ખંજવાળ ઘટાડે છે.
હાડકા બનાવે મજબૂત
ઘી હાડકાને તાકાત આપે છે, કેમકે તેમાં વિટામીન કે પ્રચુર માત્રામાં હોય છે. તે કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે. તે દાંતનો સડો રોકવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે આ ફળ, ડાઈજેશન સાથે હેલ્થ પણ રહેશે અફલાતૂન