ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ

કોવિશિલ્ડ રસી: કેમ વિવાદ જાગ્યો અને ભારતને‌ શું અસર કરશે?

  • ભારતમાં કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટએ આ અંગે ઓગસ્ટ 2021માં આ માહિતી આપી હતી
  • કંપનીનું કહેવું છે કે, થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ દસ લાખમાંથી એક કરતાં ઓછા લોકોને થવાની ધારણા છે

નવી દીલ્હી, 30 એપ્રિલ: કોરોના (કોવિડ-19)ના ખતરા સામે રક્ષણ આપતી રસી કોવિશિલ્ડની આડઅસરના વિવાદ વિશે ચર્ચા ચાલી રહી છે. હકીકતમાં, બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે કોવિશિલ્ડ રસી ખતરનાક આડઅસર કરી શકે છે. હા. કંપનીનું કહેવું છે કે તેનાથી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)ની સમસ્યા થઈ શકે છે. કોવિશિલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

વેક્સિનની આડઅસર દુર્લભ લાખોમાંં એક માં જોવા મળી શકે

ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા એ કર્યું હતું. વેક્સિન બજારમાં આવતા પહેલા જ SIIને એસ્ટ્રાજેનેકાની સાથે સમજુતી કરી હતી. કોરોના વાયરસથી બચવા માટે ઉપયોગ કરવામાં આવનારી વેક્સિનનાા સાઈડ ઈફેક્ટસના તમામ દાવાઓની વચ્ચે કોવીશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાએ બ્રિટિશની કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે વેક્સિનની આડઅસર થઈ શકે છે.  કોવિશિલ્ડનું ઉત્પાદન પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સંસ્થા કરે છે. કંપનીએ 19 ઓગસ્ટ 2021માંં જ કોવીશિલ્ડ રસી લગાવવાને કારણે થનારી આડઅસર વિશે જાણકારી આપી હતી. કંંપનીએ જણાવ્યું હતુંં કે થ્રોમ્બાસાઈટોપીનિયા કે પ્લેટલેટ્સ ઘટવાની સાથે લોહીનું ગંઠાવાની પણ સમસ્યા થઈ શકે છે. પણ કંપનીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા લાખોમાંથી એક  કરતા પણ ઓછા લોકોમાં જોવા મળી શકે છે જે ખુબ જ ઝુઝ હોઈ શકે છે.

રસીની આડઅસરના લક્ષણો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, રસી લગાવ્યા પછી ચક્કર કે બેભાનની સમસ્યા થઈ શકે છે. આ સિવાય હૃદયના ધબકારા તફાવત, શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેતી વખતે સીટી વગાડવામાં ફેરફાર અનુભવવું, હોઠ, ચહેરા કે ગળામાં સોજાની સમસ્યા પણ થઈ શકે છે.  કંપનીનું કહેવું છે કે રસીકરણ પછી એક જ સમયે એકથી વધારે સાઈડ ઈફેક્ટ જોવા મળી શકે છે. જેમાં માંસપેંશીઓમાંં દુખાવો, માથાનો દુખાવો, ધ્રુજારી આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ સિવાય વધારાના લક્ષણોમાંં રસી લગાવ્યાની જગ્યાએ સોજો કે લાલ ચકામા થવા, તાવ આવવો, ઉલ્ટી કે ખાંસી આવવી, હાથ-પગમાં દુખાવો અથવા ભારે તાવ આવવો, ગળામાં દુખાવો, નાક વહેવુંં, ઉધરસ કે શરદી જેવા લક્ષણો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાંં પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

 આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, 100માંથી 1 વ્યક્તિમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી શકે છે. કંપની કહે છે કે મોટાભાગની આડ અસરના લક્ષણો 5-7 દિવસ સુધી પણ રહે છે. કંપનીનુુું કહેવુુુંં છે કે પહેલા ખોરાકના સમયે જોવા મળેલી આડઅસરો બીજા ખોરાક લીધા પછી ધાર્યા કરતા ઓછા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ગરમીમાં Healthy Heart રાખવા માટે આ ફુડ્સને ડાયેટમાં ચોક્કસ લો

Back to top button