ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

મતદાન વધારવા માટે ડીએમનો અનોખો પ્રયાસ, મૂક બધિરોને જણાવ્યા તેમના અધિકાર

  • અમેઠીના ડીએમ દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે ઘણા અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
  • જીલ્લામાં મતદાનનું પ્રમાણ વધે તે માટે મતદારોની જાગૃતિના વીડિયો શેર કરવામાં આવ્યા છે
  • મુકબધિર નાગરિકો માટે પણ મતદાન જાગૃતિ અંગેના અધિકારથી માહિતગાર કર્યા

ઉત્તર પ્રદેશ,30 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને ત્રીજા તબક્કાની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ક્રમમાં, 20 મેના રોજ પાંચમા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, અમેઠીના મતદારોને જાગૃત કરવા માટે વહીવટીતંત્ર વિવિધ પ્રકારના રસ્તાઓ અજમાવી રહ્યું છે. જેથી કરીને મતદાનની ટકાવારીમાંં વધારો કરી શકાય. મતદાન જાગૃતિ માટે હવે મુકબધિર મતદારોને પણ તેમના અધિકાર માટે માહિતગાર કરાયા છે.  જિલ્લાતંંત્રે  આવા મતદારો માટે અનેક વીડિયો જાહેર કર્યા છે. આઠ અલગ-અલગ વિડિયો બહાર પાડીને, જિલ્લા વહીવટીતંત્રે મુકબધિર મતદારોને જાગૃત કરવા માટે વિડિયો બહાર પાડીને તેમનેે તેમના અધિકાર માટે જાગૃત કરાયા છે.

જીલ્લામાં વધુ મતદાન થાય તે માટેના વહિવટી તંત્રના પ્રયાસો

અમેઠીના જિલ્લા કલેક્ટર નિશા અનંત દ્રારા જાહેર  કરવામાં આવેલા વીડિયોમાં, મતદારોનેેેેે મતદાન દિવસે  પોતાની સાથે ક્યા દસ્તાવેજો  સાથે રાખવા, મતદાનની પ્રક્રિયા, મતદાન મથકે મતદારો માટે મળનારી વિવિધ સુવિધાઓ વગેરે પ્રકારની માહિતી આપતા વીડિયો સાંંકેતિક ભાષામાં સમજાવતા શેર કરવામાં આવ્યા છે.

અમેઠીમાંં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંંટણીમાંં માત્ર 52.3 % જેટલું મતદાન નોંંધાયું હતું, માટે આ વખતે જીલ્લા તંત્રે લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે તંત્રએ ઘણા બધા વીડિયો શેર કર્યા છે જેથી લોકો આ વખતની ચૂંટણીમાંં વધારેમાંં વધારે મતદાન કરે જેમાં આ વખતે મુકબધિર લોકો માટે પણ તેમની સાંકેતિક ભાષામાં અલગથી વીડિયો બનાવીને શેર કરાયા છે.

અમેેેેઠીના કલેેકટરના મતદાન માટેના અનોખો પ્રયાસ

અમેઠીમાં કુલ 17,86,125 જેટલા મતદાતાઓ છે જેઓ લોકસભા 2024ની ચૂંટણી માટે 20 મે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અંગે જીલ્લા કલેક્ટર નિશા અનંંતે જણાવ્યું કે.  ગત ચૂંંટણીમાં ઓછા થયેલા મતદાનનેેે ધ્યાનમાં રાખતા તંત્રએ મતદાન જાગૃતિ માટે વિવિધ રસ્તાઓ અપનાવ્યા છે જેથી નાગરીકો વધુ પ્રમાણમાં મતદાન કરી  શકે.  જો કોઈ મતદાતા કોઈ કારણોસર મતદાન નથી કરી રહ્યા કે મતદાન કરવાથી દૂૂર રહેવા માંગે છે તેથી તંત્ર એ મતદાનની જાગૃતિવાળા વીડિયો બનાવીને શેર કર્યા છે જેેથી મતદાતાઓ તેમના મતનું મૂલ્ય સમજીને મતદાન કરે. આ પ્રયાસોમાંં દિવ્યાંગ, મુકબધિર નાગરિકકો માટે પણ અલગથી તેમની સાંકેતિક ભાષામાં વીડિયો શેર કરાયા છે.

આ પણ વાંચો: મુસ્લિમો મતદાન ન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ, CM મમતાનો આરોપ

Back to top button