નવતપા ક્યારથી શરૂ થશે? આ દિવસોમાં શા માટે પડે છે ભીષણ ગરમી, શું કરશો?
- મે મહિનામાં નવતપા શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાતો તેને ‘હીટ વેવ’ અથવા ‘લૂ વાળા દિવસો’ કહે છે, જ્યારે બોલચાલની ભાષામાં તેને ‘નૌતપા’, ‘નવતપા’ અને ‘રોહિણી’ પણ કહેવાય છે
દેશમાં ગરમી હવે તેનું પ્રચંડ સ્વરૂપ બતાવવા લાગી છે. કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી નથી. મે મહિનામાં નવતપા શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાતો તેને ‘હીટ વેવ’ અથવા ‘લૂ વાળા દિવસો’ કહે છે, જ્યારે બોલચાલની ભાષામાં તેને ‘નૌતપા’, ‘નવતપા’ અને ‘રોહિણી’ પણ કહેવાય છે.
ચોમાસાની રાહ જોતા ખેડૂતો એવું માને છે કે, નવતપા દરમ્યાન સખત ગરમી પડે તો તે વર્ષે ખૂબ સારો વરસાદ આવે છે. તેની પાછળ તેઓ જૂની માન્યતાઓને ગણાવે છે કે, ‘તપે નવતપા નવ દિન જોય, તો પુન બરખા પૂરન હોય’
નવતપા એટલે ભીષણ ગરમીના નવ દિવસ. આ નવ દિવસોમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર ખૂબ ઘટી જાય છે અને આ કારણે સૂર્યદેવની ગરમી અતિશય વધી જાય છે. જાણો આ વર્ષે કયારે શરૂ થશે નવતપા અને તેનું મહત્ત્વ શું છે, તેમજ તે દરમિયાન શું કરવું શું ન કરવું?
નવતપાની શરૂઆત
સૂર્ય 25 મે 2024ના રોજ બપોરે 3.15 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ નવ દિવસ નવતપા રહેશે. આ સાથે સૂર્ય દેવ 8 જૂન 2024ના રોજ 1.04 વાગ્યા સુધી રોહિણી નક્ષત્રમાં રહેશે. 8 જૂનના રોજ સૂર્ય દેવ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
ચંદ્રની શીતળતા પણ ઘટે છે
ચંદ્રદેવ રોહિણી નક્ષત્રના સ્વામી છે, જે શીતળતા માટે જવાબદાર કહેવાય છે, પરંતુ આ સમયે તે સૂર્યના પ્રભાવમાં આવે છે. જ્યારે સૂર્ય 15 દિવસ માટે રોહિણી નક્ષત્રના પ્રભાવમાં આવે છે, ત્યારે તે પંદર દિવસોના પ્રથમ નવ દિવસ સૌથી ગરમ હોય છે. નવતપા શુક્લ પક્ષમાં આર્દ્રા નક્ષત્રથી 9 નક્ષત્ર સુધી એટલે કે 9 દિવસ સુધી ચાલે છે.
નૌતપામાં વરસાદ અને વાવાઝોડાનો પણ ભય
એ જરૂરી નથી કે નવતપા વધુ પડતી ગરમી હોય. આર્દ્રાના 10 નક્ષત્રો સુધી, જેમાં સૌથી વધુ ગરમી પડે છે, સૂર્ય તે નક્ષત્રમાં 15 દિવસ રહે છે અને સારો વરસાદ થાય છે. નવતપાની શરૂઆત રોહિણી નક્ષત્રથી થાય છે. નવતપામાં ભારે પવન સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ રહે છે. નવતપાના સમયે ગ્રહોની સ્થિતિ તેજ પવન, વાવાઝોડું અને વરસાદના સંકેત આપે છે. આ વખતે નવતપા 25મી મેથી શરૂ થશે અને 2જી જૂન સુધી ચાલશે.
નવતપામાં આકરી ગરમીથી થાય છે આ લાભ
- નૌતપાના કારણે વાયરલ રોગોમાં ઘટાડો થાય છે. સંક્રમણથી થતા મૃત્યુદર ઘટે છે. ચેપની અસર ન્યૂનતમ રહે છે.
- દેશમાં ફેલાયેલું ભયનું વાતાવરણ ખતમ થાય છે. લોકોમાં અનુકૂળતા અને આરોગ્ય પણ વધશે.
- જો નવતપાના તમામ દિવસોમાં અતિશય ગરમી હોય તો તે સારા વરસાદની નિશાની છે.
નવતપામાં રાખો આ વાતોનું ધ્યાન
- નવતપામાં તમે ઘરની બહાર નીતળો તો ખુલ્લા શરીરે ન નીકળો. માથુ અને કાન ઢાંકીને રાખો અને સનગ્લાસ જરૂર પહેરો.
- રોજ એક ડુંગળી ખાવ અને ખિસ્સામાં નાનકડી ડુંગળી અવશ્ય રાખો.
- હાલમાં સીઝનલ ફળ, નારિયેળ પાણી, શેરડીનો રસ, ફળોનો રસ, જલજીરા, લસ્સી, આમ પન્ના, દહીં, મઠો, જીરા છાશ વગેરે અવશ્ય પીવો
- વધુ માત્રામાં પાણી પીવો, જેથી ખૂબ પરસેવો થાય તો પણ શરીરમાં પાણીની કમી ન થાય.
- નરમ, મુલાયમ અને સુતરાઉ વસ્ત્રો પહેરો, તેથી કાપડ શરીરનો પરસેવો શોષી શકે
આ પણ વાંચોઃ શ્રીલંકાના સીતા અમ્મા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારતથી પવિત્ર સરયૂનું જળ મોકલાશે