કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે આણંદમાં જંગી જાહેરસભા સંબોધી
આણંદ, 28 એપ્રિલ : કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ લોકસભાના ઉમેદવાર મિતેષભાઇ પટેલની જીત માટે વિશાળ જાહેરસભા ખડોઘી ગામ આંણદ જીલ્લા ખાતે યોજાઇ હતી. તેઓએ જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં વિકાસના ઘણા કાર્યો થયા છે અને નવા ભારતનું નિર્માણ થતું આપણે સૌ જોઇ રહ્યા છીએ. 2014 પહેલા ઇન્ટરનેશનલ ફોરમમાં ભારત કંઈ બોલે તો કોઇ સાંભળતું ન હતુ, પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આજે ભારત શું બોલે છે ? તેને દુનિયા સાંભળે છે આ ભારતનું સન્માન છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત હવે નબળું નથી રહ્યુ ભારત એક તાકતવાર દેશ બની ગયો છે આ ધારણા વિદેશના દેશોમાં બની છે. ભારતનુ અર્થતંત્ર 11 માં સ્થાનેથી પાંચમાં સ્થાને લાવવાનુ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે. 2027 આવતા ભારતની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચશે તેવો વિશ્વાસ છે.
રાજનાથસિંહએ વધુમા જણાવ્યું કે, ભારત જે ગતીથી આગળ વધી રહ્યો છે તે જોઇ 2047 સુઘીમાં ભારત દેશ વિકસીત ચોક્કસ થશે. આજે દુનિયાના રાજકીય પંડિતો પણ કહે છે કે 21મી સદીમાં ભારતનુ વર્ચસ્વ હશે. કોંગ્રેસની વર્ષો સુધી દેશમાં સરકાર રહી પણ ગરીબી દુર ન કરી શક્યા પરંતુ પીએમ મોદીએ 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું કામ કર્યું છે.
ભાજપ અને અન્ય રાજકીય પાર્ટીઓ વચ્ચે મૌલીક અંતર છે. ભાજપ એક જ એવી પાર્ટી છે જે જનતાને જે પણ કહે છે તે કરે છે. ભાજપના સંકલ્પ પત્રોમા આપેલા વચનો પુર્ણ કર્યા છે. કેન્દ્રમાં ભાજપને બહુમત મળતા જમ્મુ કાશ્મિરમાં કલમ 370ને રદ કરી દીધી.અયોધ્યામા રામ મંદિર બનાવવાનુ વચન પણ પુર્ણ કર્યુ. ભાજપ ફકત સરકાર બનાવવા રાજનીતી નથી કરતું પરંતુ દેશ આગળ લઇ જવા રાજનીતી કરે છે.
રાજનાથસિંહે રાહુલ ગાંધી અને સામ પિત્રોડાના નિવેદન ટાંકીને જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં છાશવારે આંતકવાદની ઘટનાઓ થતી અને નિર્દોષ વ્યક્તિઓના મોત થતા પરંતુ આજે દેશ આંતકી ઘટનાથી સુરક્ષીત છે. ભ્રષ્ટાચારને માત્ર ભાષણ કરવાથી દુર ન થાય કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં ઘણા ભ્રષ્ટાચાર થયા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહે છે કે દેશના રાજા મહારાજા તેમની મનમાની કરતા હતા. જ્યારે તેઓ ઇચ્છે ત્યારે જમીન કોઇને પણ આપી દેતા. દેશના રાજા-મહારાજાઓએ જ્યારે દેશમા રાજયનું વિલય થયુ ત્યારે રાજા-મહારાજાઓએ રજવાડા અર્પણ કર્યા હતા. સામ પિત્રોડા કોંગ્રેસના નેતાના અને સલાહકાર છે તેઓ અમેરિકામાં જે વ્યવસ્થા છે તેને ભારતમાં લાગુ કરવા કહી રહ્યા છે. જેમાં પરિવારના કોઇ સભ્યનું મૃત્યુ થાય તો તેની સંપતિના 55 ટકા સરકારને આપવી અને 45 ટકા પરિવારને આપવાની વાત કેટલી યોગ્ય છે ? તેમ સવાલ કર્યો હતો.