ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Swiggyને ઝટકો! રૂ.187નો આઇસ્ક્રીમ ડિલિવર ન કરતાં કોર્ટે ફટકાર્યો 5 હજારનો દંડ

Text To Speech

બેંગલુરુ (કર્ણાટક), 28 એપ્રિલ: ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Swiggy એક લોકપ્રિય બ્રાન્ડ છે, પરંતુ આઇસ્ક્રીમ ડિલિવર ન કરવા બદલ કંપનીને 5,000 રૂપિયાના દંડનો સામનો કરવો પડ્યો હતો. કન્ઝ્યુમર કોર્ટે સ્વિગીને 3,000 રૂપિયા દંડ અને 2,000 રૂપિયા કાનૂની ફી તરીકે કસ્ટમરને પરત કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, Swiggyને બેંગલુરુ સ્થિત કન્ઝ્યુમર કોર્ટે આદેશ આપ્યો છે કે, તે કસ્ટમકને આઈસ્ક્રીમની કિંમત 187 રૂપિયા રિફંડ કરે.

જાણો શું છે સમગ્ર મામલો?

જાન્યુઆરી 2023માં કસ્ટમરે Swiggy App યુઝ કરીને એક આઇસ્ક્રીમનો ઑર્ડર આપ્યો હતો. આ આઇસ્ક્રીમની કિંમત 187 રૂપિયા હતી. કસ્ટમરે કહ્યું કે, તેનો આઇસ્ક્રીમ ડિલિવર ન થયો હોવા એપ ડિલિવર્ડનું સ્ટેટ્સ દેખાડવા લાગ્યું. ફરિયાદીનું કહેવું છે કે, ડિલિવરી એજન્ટે આઇસ્ક્રીમ શૉપથી આઇસ્ક્રીમ તો પિકઅપ કર્યો, પરંતુ તેને ડિલિવર ન કરી. આ મુદ્દાને ફરિયાદીએ સ્વિગીને શેર કર્યો અને અને એપ્લિકેશને તેના પર કોઈ રિફંડ જારી કર્યું નથી. ત્યારબાદ ફરિયાદી કન્ઝ્યુમર કોર્ટ પહોંચ્યો.

કન્ઝ્યુમર કોર્ટે પાંચ હજાર આપવાનો આદેશ આપ્યો

Swiggyએ કહ્યું કે, આ માત્ર કસ્ટમર અને રેસ્ટોરન્ટ વચ્ચેનો મામલો છે. ઉપરાંત, Swiggyને તેના ડિલિવરી એજન્ટની કથિત ભૂલ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. કંપનીએ કહ્યું કે તે એ તપાસ કરી શકતી નથી કે ઑર્ડરની ડિલિવરી થઈ છે કે નહીં, ખાસ કરીને જ્યારે એપ પર ડિલિવરી સ્ટેટસ બતાવવામાં આવ્યું હોય. કન્ઝ્યુમર કોર્ટે કહ્યું કે સ્વિગી સામે સર્વિસમાં એરર અને અયોગ્ય વેપાર વ્યવહારના આરોપો સાબિત થયા છે. આમ, કોર્ટે 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: VIDEO: Zomato બૉયનો આવો સ્વેગ ક્યારેય જોયો નહીં હોય, મોંઘીદાટ બાઇક લઈને ફૂડ ડિલિવરી કરવા નીકળ્યો

Back to top button