ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

ગુજરાત: નર્મદા પરિક્રમાર્થીઓને મગરથી સાવધાન રહેવા અનુરોધ, તંત્ર દ્વારા 24X7 કલાક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

  • પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે સમીક્ષા બેઠક યોજી
  • નર્મદા નદી અને સંલગ્ન વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં
  • મગર દેખાય તો સેલ્ફી લેવાનો પ્રયત્ન ન કરવા સૂચન કરાયું

ગુજરાતમાં નર્મદા પરિક્રમાર્થીઓને મગરથી સાવધાન રહેવા તંત્રએ અનુરોધ કર્યો છે. તેમજ તંત્ર દ્વારા 24X7 કલાક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે કલેક્ટરે બેઠક યોજી હતી. તેમાં મગર દેખાય તો સેલ્ફી લેવાનો પ્રયત્ન ન કરવા સૂચન કરાયું છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત, 40થી વધુ લોકો ઘાયલ 

પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે સમીક્ષા બેઠક યોજી

નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા આદ્યાત્મિક્તા સાથે પ્રકૃતિની નજીક જવાનો અવસર પ્રદાન કરે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ 24X7 કલાક ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમા અંતિમ પડાવ તરફ્ આગળ વધી રહી છે ત્યારે હાલમાં પરિક્રમા દરમિયાન ખડેપગે સ્થળ પર રહી કામગીરી કરી રહેલા અધિકારીઓ સાથે કલેક્ટર શ્વેતા તેવતિયાએ અભિનંદન પાઠવી પરિક્રમાની કામગીરીની સમીક્ષા માટે સમીક્ષા બેઠક યોજી હતી.

મગરોથી પદયાત્રીઓને કોઇ હાની ના થાય તે માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા

અધિકારીઓના ગત સપ્તાહના અનુભવો અંગે જાણકારી મેળવી તેમના થકી થઈ રહેલી કામગીરીની કલેક્ટરએ સરાહના કરી હતી. સાથે માં નર્મદાની પંચકોશી પદયાત્રા દરમિયાન પ્રકૃતિને નુકસાન ના થાય જળચર પ્રાણીને પણ ક્યાંય ખલેલ ન પહોંચે તેવી તકેદારી પદયાત્રીઓએ રાખવી જોઇએ. ખાસ કરીને નર્મદા નદીમાં મગરો પણ વિચરણ કરતા હોવાથી તેની કાળજી લેવી આવશ્યક બને છે. પદયાત્રીથી મગરોને અને મગરોથી પદયાત્રીઓને કોઇ હાની ના થાય તે માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. કહ્યું છે કે, મગરોના સંવનન કાળ અને ઇંડા મૂકવાનો સમય હોઈ તેઓ છંછેડાઈને કોઈને એટેક ન કરે તે માટે અગમચેતી રાખવા જણાવ્યું હતું.

નર્મદા નદી અને સંલગ્ન વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં

નર્મદા નદી અને સંલગ્ન વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં છે. મુખ્યત્વે આવા વિસ્તારમાં માનવીની અવર-જવરથી મગર ભયભીત બને છે તેમજ આવા વિસ્તારમાં મગર ઇંડા મુકતા હોય તેને મગરીને રક્ષણ આપવાના કારણે મગરો દ્વારા માનવ ઉપર હુમલા કરી ઈજા અને જાનહાની થવાના બનાવો અવાર નવાર બનતા હોય છે, જે સામે સંરક્ષણ મેળવવા કેટલીક સૂચનાઓનો અમલ આપણે કરવો જોઇએ. મગર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં વધુ સક્રિય હોય તેની નજીક ના જવું. મગર સરીસૃપ વર્ગનું ઠંડા લોહીનું પ્રાણી છે, તે ગરમી મેળવવા તડકામાં પાણીથી બહાર આવે છે. મગરની સુંઘવાની, સાંભળવાની અને રાત્રે જોવાની શક્તિ પણ ખૂબ જ સારી હોય છે. મગર પાણીમાં તરવૈયાની જેમ ખૂબજ શક્તિશાળી હોય છે. જમીન પર ટુંકા અંતર માટે ઝડપે ચાલી શકે છે. એટલે તેના બિનજરૂરી અટકચાળા કરવા જોઇએ નહીં.

Back to top button