ગુજરાતમાં આગામી 24 કલાક રહેશે બેવડી ઋતુ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો
- રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
- મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું
ગુજરાતમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે. જેમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદ આવતા ગરમીથી આંશિક રાહત મળશે. તથા વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાક રહેશે બેવડી ઋતુ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી
રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયું છે. કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનું આશિંક પ્રમાણ ઘટ્યું છે. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલી, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો
રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી છે. તેમજ કેશોદમાં 40.4 ડિગ્રી, અમદાવાદમાં 39.8 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, કંડલામાં 39.5 ડિગ્રી તાપમાન તેમજ વડોદરામાં 39.6 ડિગ્રી, સુરતમાં 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.