આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડવિશેષ

ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કારકિર્દી શરૂ કરનાર આ મહિલા જાપાન એરલાઇન્સના CEO બન્યા

  • મિત્સુકો ટોટોરી એક સામાન્ય કોલેજથી ગ્રેજ્યુએટ છે
  • ટોટોરી કોર્પોરેટ ક્લાસની ના હોવા છતાં CEOની પોસ્ચ પ્રાપ્ત કરી
  • આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ ઘટનાને ક્રાંતિકારી ગણાવી

HD ન્યુઝ ડેસ્ક, 28 એપ્રિલ:   જાપાનની આખી દુનિયામાં મહિલાઓને મોટિવેટ કરનારી ક્રાંતિકારી ઘટના સામે આવી છે.  હકીકતમાં ઘટના એ છે કે  આ વર્ષે જાન્યુઆરીમાં મિત્સુકો ટોટોરીને જાપાન એરલાઈન્સના CEO એટલે કે  મુખ્ય કાર્યકારી અધિકારીના રુપમાં નિમણૂક કરવમાં આવી હતી.  આ નિમણુક સાથે જ મિત્સુકો ટોટોરી CEOનું પદ સંભાળનારી પ્રથમ મહિલા બની ગઈ છે. ટોટોરીની નિમણૂકની સાથે જે જાપાન એરલાઈન્સ મહિલાઓના નેતૃત્ત્વ વાળી જાપાનની એક ટકાથી પણ ઓછી એવી ટોપ કંપનીઓમાં આવી ગઈ છે.

જાપાનના કોર્પોરેટ ક્લાસને લાગ્યો મોટો ઝટકો

જાપાન એરલાઈન્સની આ મોટી જાહેરાત મહિલા સશક્તિકરણ માટે એક મીલનો પથ્થર સમાન માનાવામાં આવી રહી છે, પણ આ નિર્ણયથી જાપાનના કોર્પોરેટ ક્લાસના લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે મિત્સુકો ટોટોરીએ પોતાની કારકીર્દીની શરુઆત એક નાની એવી પોસ્ટ કેબિન ક્રુ મેમ્બરના રુપમાં શરુઆત કરી હતી. ટોટોરી માટે એક ફ્લાઈટ અટેન્ડન્ટથી એરલાઈન્સના બોસ બનવા સુધીની યાત્રા એક શાનદાર ઉપલબ્ધિ ગણાવાઈ રહી છે.

ઈન્ટરનેશનલ મીડિયાએ ટોટોરી માટે ‘એલિયન’ શબ્દથી બિરદાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, મિત્સુકો ટોટોરીએ વર્ષ 1985માં એક ફ્લાઈટ અટેન્ડન્ટના રુપમાં પોતાના કરીયરની શરુઆત કરી હતી. 3 દસક પછી 2015માં તેમને કેબિન અટેન્ડન્ટના સિનીયર ડાયરેક્ટર તરીકે નિમણુક આપવામાં આવી હતી. જ્યારે 2024માં તેમને જાપાન એરલાઈન્સના અધ્યક્ષ અને CEO બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં જાપાનની આ વિશેષ ઘટના માટે ‘ક્રાંતિ’ અને મિત્સુકો ટોટોરી માટે ‘એલિયન’ જેવા વિશેષણોનો ઉપયોગ કર્યો હતો.

ટોટોરીએ જાપાની મહિલાઓમાં આશા જગાવી

59 વર્ષની મિત્સુકો ટોટોરીએ કહ્યું, જાપાન હજુ પણ મહિલા મેનેજરોની સંખ્યા વધારવાના પોતાના લક્ષ્યને પુરો કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે. મને આશા છે કે જાપાન ઝડપથી એક એવી જગ્યા બની જશે જ્યાં કોઈ મહિલા રાષ્ટ્રપતિ બને તો પણ આશ્ચર્ય નહી થાય. મને લાગે છે કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે કે મહિલાઓ એક્ટિવ થવા માંગે છે. આ માટે મને ભવિષ્યમાં મહિલાઓની પ્રગતિને લઈને ઘણી આશાઓ છે.

નવા CEOનું બેકગ્રાઉન્ડ કોર્પોરેટ ક્લાસ નથી

મહત્ત્વની વાત એ છે કે મિત્સુકો ટોટોરી કોર્પોરેટ ક્લાસમાંથી આવતી નથી તેમ છતાં તેમની જાપાન એરલાઈન્સની ટોપ પોજીશન પર નિમણુક કરાઈ છે. અગાઉના CEOથી અલગ ટોટોરી એક ખુબ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. આ ટોપ પોજીશન પર રહેલા છેલ્લા 10 હસ્તિઓ માંથી 7 જાપાનના ટોપ યૂનિવર્સિટીમાં ડીગ્રી ધરાવતા હતા. જ્રયારે બીજી બાજુ, ટોટોરી એક ખુબ ઓછી જાણીતી એવી સામાન્ય મહિલા જુનિયર કોલેજથી ગ્રેજ્યુએટ છે. ટોટોરી નાગાસાકીમાં કાસુઈ મહિલા જુનિયર કોલેજમાં બે વર્ષનો અભ્યાસ કર્યો હતો. જાપાન એરલાઈન્સના CEO માટે મિત્સુકી ટોટોરીની પસંદગીના મુખ્ય બે કારણો સામે આવ્યા છે. જેમાં, પ્રથમ કારણ એ છે કે પોતાના કરિયર દરમિયાન ‘સુરક્ષિત હવાઈ સંચાલન અને સેવાનો અનુભવ’ અને બીજું ‘કોવિડ-19 મહામારી દરમિયાન સુરક્ષિત સંચાલન બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન’

જાપાનમાં ખુબ ઓછી જોવા મળતી આ પ્રકારની ઘટનાને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ ક્રાંતિકારી ઘટના ગણાવી હતી. આમ, હવે મિત્સુકીની આ સફળતાની જર્ની જાપાનની મહિલાઓમાટે ઉદાહરણરુપ સાબિત થશે.

આ પણ વાંચો: ગરીબ પરિવારમાં જન્મેલા ગુજરાતના આ વ્યક્તિએ બનાવ્યું રૂ. 160 અબજનું બિઝનેસ સામ્રાજ્ય

Back to top button