કરંટ લાગ્યા બાદ તળાવમાં 3 યુવક ડૂબ્યા, એ સમાચાર સાંભળી મહિલાને આવ્યો એટેક
- ત્રણેય યુવકો શૌચ કર્યા બાદ હાથ ધોવા તળાવમાં જતાં કરંટ લાગ્યો હતો
- ગ્રામજનોએ કહ્યું માછીમારી કરતી વખતે વીજળીનો આંચકો લાગવાથી મૃત્યુ થયું
બિહાર, 27 એપ્રિલ, બિહારના નાલંદા જિલ્લામાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના મૃત્યુ થયા છે. જ્યારે ઘટનાની માહિતી મળતાની સાથે જ મૃતકના પરિવારના મહિલાને હાર્ટ એટેક આવતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું છે. . પોલીસે પણ આ મામલાની માહિતી આપી છે અને કહ્યું છે કે તેઓ તપાસ કરીને કાર્યવાહી કરશે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ત્રણ યુવકો કટારી સરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના તળાવમાં હાથ ધોવા ગયા હતા. આ દરમિયાન તળાવના કિનારે ઈલેક્ટ્રીક વાયર નાખવામાં આવ્યો હતો. એક જ વીજ વાયરના સંપર્કમાં આવતાં ત્રણેય યુવકોને વીજ કરંટ લાગ્યા હતા. વીજ કરંટ લાગતા ત્રણેય પાણી ભરેલા તળાવમાં જતાં રહ્યા હતા જેના કારણે તળાવમાં ડૂબી જવાથી ત્રણેયના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઘટનાની માહિતી પરિવારજનોને મળતા જ તેઓ તળાવ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન મૃતકના પરિવારની મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને પણ તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
શું કહ્યું પોલીસે?
રાજગીરના ડીએસપી પ્રદીપ કુમારે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ત્રણેય યુવકોને પહેલા ઇલેક્ટ્રિક શોક લાગ્યો, જેના કારણે ત્રણેય લોકો તળાવમાં પડી ગયા અને ત્યારબાદ તળાવમાં ડૂબી જવાથી ત્રણેયના મૃત્યુ નિપજ્યાં હતા. ત્રણેય મૃતકોની ઓળખ પંકજ, ગુલશન કુમાર અને અજય કુમાર તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ રાજગીરના એસડીઓ કુમાર ઓંકેશ્વર અને ડીએસપી પ્રદીપ કુમાર ગામમાં પહોંચ્યા અને લોકોને કાર્યવાહી અને વળતરની ખાતરી આપી હતી તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને સંબંધિત તળાવના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો..ખેડૂતો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે 6 દેશોમાં ડુંગળીની નિકાસ કરવાની છૂટ આપી