લો બોલો, મલ્લિકા શેરાવતે ભારતીય પુરુષો વિશે આ શું કહી દીધું?
મલ્લિકા શેરાવત બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખાઈ છે. હાલ તે તેની આવનારી ફિલ્મ RK/RKay માટે ઘણી ચર્ચામાં રહી છે. સાથે જ મલ્લિકા તેના બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે પણ હાલ ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ એમને એક ઇન્ટરવ્યૂમાં એવું કઇંક કહી દીધું કે, તેને કારણે મલ્લિકા લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્લિકાનું એવું કહેવું છે કે, ભારતીય પુરૂષોએ તેને હંમેશા પ્રેમ આપ્યો છે પરતું ભારતીય મહિલાઓ તેને ક્યારેય પસંદ કરી નથી.
View this post on Instagram
મલ્લિકાએ આપ્યો જવાબ
મલ્લિકાએ તેના એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મોમાં તેને બોલ્ડ સીન કરવા પર હંમેશા જજ કરવામાં આવી છે. Mashable India માં આપેલ ઇંટરવ્યૂમાં મલ્લિકા બોલી હતી કે, ‘મારુ ગ્લેમર એ લોકો હજમ નથી કરી શકતા. મે મર્ડર ફિલ્મમાં બિકિની પહેરી હતી અને એ સમયે મારા પહેલા કોઇ એક્ટ્રેસે બિકિની પહેરી નહતી. પણ મને લોકો શું વિચારે છે એની નથી પડી. મને બસ એટલી ખબર છે કે મારી પાસે શાનદાર બોડી છે.
અભિનેત્રીએ કહ્યું માહોલ મુજબ કપડાની પસંદગી કરવી જોઈએ
મલ્લિકા એ આગળ કહ્યું હતું કે, ‘શું તમે એવું ઈચ્છો છો કે હું બીચ ઉપર સાડી પહેરું? એવું સારું ન લાગે, જગ્યા અને માહોલ મુજબ કપડાં પહેરવા જોઈએ. આમ, લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે આ વાત હેન્ડલ કરવી અઘરી પડી છે. ભારતીય પુરુષોને મારાથી કોઇ પ્રોબ્લેમ નથી. ભારતમાં પુરુષોએ હંમેશા મને પ્રેમ જાતવ્યો છે પણ ભારતીય મહિલાઓ મને લઈને ઘણું ખરાબ વિચારે છે.
View this post on Instagram
મલ્લિકાનું વર્કફ્રન્ટ
મલ્લિકા જલ્દી જ ફિલ્મ RK/RKayમાં નજર આવશે. એક્ટ્રેસ તેની ફિલ્મનું ઘણું પ્રમોશન કરી રહી છે. એમના કરિયરની વાત કરીએ તો વર્ષ 2003માં એમને ફિલ્મ ખ્વાહિશથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તે ઈમરાન હાશ્મી સાથે મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડર માં નજર આવી હતી. એ ફિલ્મમાં મલ્લિકાએ લીડ રોલ કર્યો હતો અને એ ફિલ્મ સુપર હિટ રહી હતી. પણ એ ફિલ્મે મલ્લિકાને એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખ અપાવી હતી.