ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ મુસ્લિમોના મત ઈચ્છે છે, ઉમેદવાર કેમ નહીં? પક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર

  • ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન મળવાને કારણે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મોહમ્મદ આરિફ ખાને નારાજગી વ્યક્ત કરી 

નવી દિલ્હી, 27 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024માં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન મળવાને કારણે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાની નારાજગી બહાર આવી છે. મોહમ્મદ આરિફ ‘નસીમ’ ખાને રાજ્યમાં કોઈપણ મુસ્લિમ નેતા (Congress Leader Arif Naseem Khan)ને ટિકિટ ન આપવા પર નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસની પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરે કારણ કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ગ્રુપે કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. મોહમ્મદ આરિફ નસીમ ખાન મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટની રેસમાં હતા. પરંતુ કોંગ્રેસે આ મતવિસ્તાર માટે શહેર એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડને તક આપી, જેના કારણે તેઓ નારાજ છે.

Mohd Arif (Naseem) Khan
@Mohd Arif (Naseem) Khan

ભૂતપૂર્વ રાજ્ય મંત્રીએ લખ્યું કે, “મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી, MVAએ એક પણ મુસ્લિમ ઉમેદવારને નોમિનેટ કર્યો નથી. મહારાષ્ટ્રભરના ઘણા મુસ્લિમ સંગઠનો, નેતાઓ અને પાર્ટીના કાર્યકરો આશા રાખતા હતા કે, કોંગ્રેસ લઘુમતી સમુદાયમાંથી ઓછામાં ઓછા એક ઉમેદવારને નિયુક્ત કરશે, પરંતુ કમનસીબે એવું બન્યું નહીં.”

કોંગ્રેસને મુસ્લિમ ઉમેદવાર નથી જોઈતા: નેતા 

મોહમ્મદ આરીફ ‘નસીમ’ ખાને કહ્યું કે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો હવે તેમને પૂછી રહ્યા છે કે, “કોંગ્રેસ મુસ્લિમ મતો ઈચ્છે છે, ઉમેદવારો કેમ નહીં.” ખડગેને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, “આ તમામ કારણોસર હું મુસ્લિમોનો સામનો કરી શકીશ નહીં અને મારી પાસે કોઈ જવાબ નથી. આ કારણોસર હું મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રચાર સમિતિમાંથી પણ રાજીનામું આપી રહ્યો  છે.”

કોંગ્રેસ શિવસેના (UBT) અને NCP (શરદચંદ્ર પવાર) સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બંને વિરોધી જૂથ મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ આરિફ ખાન મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટની રેસમાં હતા, પરંતુ પાર્ટીએ આ સીટ માટે શહેર એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડને તક આપી. આરિફે 2019ની વિધાનસભા ચૂંટણી મુંબઈના ચાંદીવલીથી લડી હતી, જ્યાં તે 409 મતોથી હારી ગયા હતા.

કોંગ્રેસ તેની વિચારધારાથી ભટકી રહી છે: આરિફ ખાન

આરિફ ‘નસીમ’ ખાને કહ્યું હતું કે, “કોંગ્રેસ તેની લાંબા સમયથી ચાલતી સર્વસમાવેશકતાની વિચારધારાથી ભટકી ગઈ હોય તેવું લાગે છે.” તો  કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘તેમને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને આ સામાજિક જૂથોના પક્ષના કાર્યકરો તરફથી ફોન આવ્યા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ માટે ટિકિટ આપતી વખતે કોંગ્રેસે તેમની અવગણના કેમ કરી.’ નારાજ આરીફ કહે છે કે, તે પ્રશ્નનો સામનો કરી શકતા નથી કે લઘુમતી જૂથો સાથે અન્યાય કેમ કરવામાં આવ્યો? પાર્ટી તેની સર્વસમાવેશક વિચારધારા અને તમામ સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાથી ભટકી ગઈ છે.

આ પણ જુઓ:જામકંડોરણામાં અમિત શાહે કહ્યું, સુરતે ખાતુ ખોલી દીધું ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે

Back to top button