નવી મુંબઈ, 26 એપ્રિલ : આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની મેચ નંબર-42માં પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો કરશે. મેચમાં કોલકાતાએ પંજાબને જીતવા માટે 262 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ કિંગ્સે અત્યાર સુધી 8માંથી બે મેચ જીતી છે. બીજી તરફ, KKR સાતમાંથી પાંચ મેચ જીત્યું છે.
મળતી માહિતી મુજબ, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે છ વિકેટે 261 રન બનાવ્યા હતા. કોલકાતા માટે ફિલ સોલ્ટે 37 બોલમાં સૌથી વધુ 75 રનની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન સોલ્ટે છ છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સુનીલ નારાયણે 71 રન બનાવ્યા હતા. નરેને 32 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. નરેન-સોલ્ટે મળીને 10.2 ઓવરમાં 138 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ વેંકટેશ અય્યરે પણ 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આ સિવાય આન્દ્રે રસેલ (24) અને શ્રેયસ અય્યર (28)એ પણ તોફાની ઇનિંગ્સ રમી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11: ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.
પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11: જોની બેરસ્ટો, સેમ કુરન (કેપ્ટન), રિલે રોસો, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.