અમદાવાદ, 26 એપ્રિલ 2024, ગુજરાત ATSએ હથિયાર વેચાણ કરનારી મધ્યપ્રદેશના ચીખલીગર ગેંગ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. ATSએ 25 પીસ્તોલ અને 90 જીવતા કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. ટ્રાવેલ્સની આડમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનું કનેક્શન ખુલતા ATSએ વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ હથિયાર મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રાવેલ્સ મારફતે ખાનગી બસનો ડ્રાઇવર લઈને આવતો હતો. આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા હજી આ રેકેટ કયા-કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદે હથિયારો મળ્યાં
ગુજરાત ATSના SP હર્ષ ઉપાધ્યાય અને અન્ય ટીમને રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા લોકોને પકડી પાડવામાં મહત્વની સફળતા મળી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર આસપાસ કેટલા લોકો ગેરકાયદેસર હથિયાર રાખતા હોવાના બાતમી મળી હતી. ATSના અધિકારીઓ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મધ્ય પ્રદેશથી ગુજરાતને ગુજરાતી મધ્યપ્રદેશ રોજ આવતી જતી બસો ઉપર વોચ રાખવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે અલગ-અલગ લોકોને જે હથિયારો આપ્યા છે, તે હથિયારો પણ તે મધ્યપ્રદેશથી લાવ્યો હતો. તેની પાસેથી ATSને 25 પિસ્તોલ અને 90 કારતૂસ મળી આવ્યા છે.
20થી 30 હજારમાં ખરીદીને 50 હજારમાં વેચાણ કરતા
હથિયારની હેરાફેરી અને વેચાણના નેટવર્કની તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય સૂત્રધાર શિવમ ઉર્ફે શિવા ડામોર છે. મૂળ મધ્યપ્રદેશના જાંબુવાનો રહેવાસી છે. અને છેલ્લા 3 વર્ષથી ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ આરોપી મધ્યપ્રદેશના જાંબુવાથી જામખભાળીયા સુધી જતી ટ્રાવેલ્સમાં હથિયારોની હેરાફેરી કરતો હતો. જ્યારે આ હથિયાર વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણને વેચાણ માટે આપતો હતો. આ હથિયાર 20થી 30 હજારમાં ખરીદીને 50 હજારમાં વેચાણ કરતા હતા. છેલ્લા 3 માસથી આરોપીઓ હથિયારનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે.ATSની તપાસમાં સામે આવ્યું કે આરોપી વિપુલ અને શિવમ અગાઉ રાજકોટમાં હથિયાર કેસમાં ધરપકડ થઈ હતી જેમાં બંને જેલમાં સાથે હતા. બહાર નીકળી ફરી એક વખત ગેરકાયદેસર હથિયારનું વેચાણ શરૂ કર્યું.
આ પણ વાંચોઃમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીએ હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી