ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

શું છે મમતા બેનરજીના અસલી નામનો વિવાદ? ઈન્ટરનેટ પર કેમ આટલો હોબાળો છે?

  • મમતા બેનર્જીનું સાચું નામ ‘મુમતાઝ મસામા ખાતૂન’ હોવાનો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે દાવો 

HD ન્યૂઝ ડેસ્ક, 26 એપ્રિલ: 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે શુક્રવારે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજકીય પક્ષો અન્ય લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીનું અસલી નામ ‘મુમતાઝ મસામા ખાતૂન’ છે. તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.

facebook
@facebook

શું દાવો કરવામાં આવ્યો?

રાજેશ ભારદ્વાજ નામના યૂઝરે સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં પેપર કટિંગ દેખાઈ રહ્યું છે, ‘મમતા બેનર્જીનું અસલી નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે’ યુઝરે આ જ કેપ્શન રાખ્યું છે સાથે જ્યારે પેપરની ચકાસણી કરી, ત્યારે આ એડિટેડ હોય તેવું લાગશે.

hindustan times
hindustan times

તપાસમાં શું બહાર આવ્યું?

જ્યારે આ અહેવાલને ગૂગલ પર સર્ચ કર્યું, ત્યારે મમતા બેનર્જીનું અસલી નામ ‘મુમતાઝ મસામા ખાતૂન’ છે તે સાબિત કરવા માટે કંઈ નક્કર મળ્યું નહીં. તેથી, જ્યારે  અન્ય ઘણી જગ્યાએથી શોધ કરી, ત્યારે જાણવા મળ્યું કે, ગોવામાં એક રેલીમાં, મમતા બેનર્જીએ પોતે દાવો કર્યો હતો કે, તે બ્રાહ્મણ છે. તેનો અહેવાલ હિન્દુસ્તાન ટાઈમ્સ સહિત ઘણી વેબસાઈટ પર પ્રકાશિત થયો હતો. 14 ડિસેમ્બર, 2021 ના ​​રોજ હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં, મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “હું બ્રાહ્મણ છું અને મારે ભાજપ પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવાની કોઈ જરૂર નથી.”

mamata banerjee
mamata banerjee

આ માટે તપાસ દરમિયાન ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને મમતા બેનર્જીનું ચૂંટણી એફિડેવિટ સર્ચ કર્યું. એફિડેવિટમાં તેણે પોતાનું નામ મમતા બેનર્જી અને પિતાનું નામ પ્રોમિલેશ્વર બેનર્જી જણાવ્યું છે. મહેરબાની કરીને નોંધ લેશો કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર (ફોર્મ 2B) ભર્યું હતું. બીજા તબક્કા હેઠળ આજે 26મી એપ્રિલે પશ્ચિમ બંગાળની કુલ ત્રણ લોકસભા બેઠકો દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટ પર મતદાન થઈ રહ્યું છે.

શું હતું તારણ?

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું સાચું નામ “મુમતાઝ મસામા ખાતૂન” હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો દાવો ફેક્ટ ચેક દ્વારા સંપૂર્ણપણે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ જુઓ:Fact Check: શું ભાજપ દ્વારા ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું? જાણો દાવા પાછળનું સત્ય

Back to top button