ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડવીડિયો સ્ટોરી

અમેરિકામાં ચિમ્પાઝીઓ માણસ ઉપર હાવી થઈ રહ્યા છે! જાણો શું છે સમગ્ર મામલો

  • વાનર સેનાએ અમેરિકાના બે શહેરોમાં હાહાકાર મચાવ્યો

અમેરિકા, 26 એપ્રિલ: અમેરિકાના લોસ એન્જલસ શહેર પર વાંદરાઓનો કબજો થયો હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. હવે વાનર સેનાએ અમેરિકાના બીજા શહેર સાન ફ્રાન્સિસ્કો પર પણ કબજો કરી લીધો છે. સોશિયલ મીડિયા પર એવા વીડિયો આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વાનર સેના ઘોડા પર સવાર થઈને અમેરિકાના શહેરોમાં ફરે છે અને લોકો તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આ રીતે, વાનર સેનાનું સામ્રાજ્ય ધીમે-ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે આ બધું રીલ લાઈફમાં થઈ રહ્યું છે વાસ્તવિક જીવનમાં નહીં. હા, આવા વીડિયો આગામી હોલીવુડ ફિલ્મ ‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ'(kingdom of the planet of the apes)ના પ્રમોશન સાથે સંબંધિત છે. આ ફિલ્મમાં વાનર સેનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જેને પગલે અમેરિકાના બે શહેરો કબજે કર્યા છે. શું તેનું લક્ષ્ય બાકીની દુનિયા છે? આ રહસ્ય 10 મેના રોજ જ જાણવા મળશે.

 

અગાઉ લોસ એન્જલસના વેનિસ બીચ પર જોવા મળી વાનર સેના

થોડા દિવસો પહેલા, કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સના પ્રમોશનના ભાગરૂપે, વાનર સેના વેનિસ બીચ LAમાં જોવા મળી હતી અને હવે તેઓએ સાન ફ્રાન્સિસ્કો પર કબજો કર્યો છે. વાનર સેનાને જોનારા લોકો દંગ રહી ગયા અને તેમણે જે જોયું તે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ભારે ઉત્સુકતા પેદા કરી રહ્યો છે. આ રીતે, ફિલ્મનું પ્રમોશન ખૂબ જ સફળ રહ્યું છે અને લોકોમાં આ સમગ્ર સ્ટોરીને લઈને ભારે ઉત્તેજના જન્મી રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે તેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

 

 

View this post on Instagram

 

A post shared by Fandango (@fandango)

કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સનું નિર્દેશન વેસ બોલ દ્વારા કરવામાં આવ્યું છે. કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સની સ્ટાર કાસ્ટમાં ઓવેન ટીગ, ફ્રેયા એલન, કેવિન ડ્યુરંડ સામેલ છે. આ ફિલ્મ એક એપ(વાનર-ape) લીડરની સ્ટોરી કહે છે જે ખોવાયેલી માનવ તકનીકની શોધ કરે છે. આ હોલિવૂડ ફિલ્મ 10મી મેના રોજ રીલિઝ થઈ રહી છે.

આ પણ જુઓ: અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત

Back to top button