ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીહેલ્થ

મચ્છરોથી કંટાળી એક વ્યક્તિએ લગાવી અનોખી Z+ સુરક્ષા, વીડિયો થયો વાયરલ

Text To Speech
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈ તમને પણ નવાઈ લાગશે

HD ન્યૂઝ ડેસ્ક, 26 એપ્રિલ: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર છે. અહીં શું જોવા મળશે તે અંગે કંઈ કહી શકાય નહીં. દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. ડાન્સ અને ફાઈટ જેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે, પરંતુ ક્યારેક એવા વીડિયો પણ વાયરલ થઈ જાય છે જેમાં લોકોની મૂર્ખતા સ્પષ્ટ દેખાય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે આવી મૂર્ખતા જીવન માટે ખતરનાક છે. તો ચાલો જોઈએ કે વીડિયોમાં શું છે.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

ઉનાળાની ઋતુ આવતા જ દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાંજ અને રાત્રિ દરમિયાન મચ્છરો બધાને પરેશાન કરવા લાગે છે. હવે મચ્છરોથી બચાવવા માટે કેટલાક લોકો મચ્છરદાની રાખતા હોય છે. જ્યારે અન્ય લોકો ઇલેક્ટ્રિક મશીન અથવા મચ્છર કોઇલનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કહેવાય છે ને કે આ બધું અમુક હદ સુધી જ સારું છે. પરંતુ વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિએ તમામ હદો વટાવી દીધી છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિએ પોતાની આસપાસ મચ્છરની કોઇલ લગાવી છે અને તે વચ્ચે સૂઇ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

મચ્છર કોઇલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. મચ્છરથી બચવા વધુ પડતા મચ્છર કોઇલનો ઉપયોગ કરવોએ સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનકારક છે. જેથી મચ્છર કોઇલનો ઉપયોગ અમુક માત્રામાં જ કરવો જોઈએ.

આ પણ વાંચો: વર્ક ફ્રોમ ટ્રાફિક: સ્કૂટર ચલાવતી વખતે મોબાઈલ પર ઓનલાઈન મીટિંગ કરતી મહિલા, જુઓ વીડિયો

Back to top button