વારસાગત ટેક્સની ચર્ચા વચ્ચે વાયરલ થયો બિઝનેસમેન નિખિલ કામથનો અભિપ્રાય
- કેટલાક પશ્ચિમી દેશોમાં વારસાગત ટેક્સ પણ લેવામાં આવે છે
- યુ.કે.માં તેને એસ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે
- સેમ પિત્રોડાના સ્ટેટમેન્ટથી ભારતમાં ચર્ચાની શરૂઆત થઈ
નવી દિલ્હી, 25 એપ્રલિ : હાલમાં દેશમાં એક ખાસ પ્રકારના ટેક્સના મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આ ટેક્સની વાત કરતા દેશમાં તેની પર ચર્ચાઓ શરુ થઈ હતી. આ મુદ્દે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વારસાગત ટેક્સને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે બીજી બાજુ, સેમ પિત્રોડાએ તેને ખૂબ જ સારો વિચાર ગણાવ્યો હતો. જોકે, તેમના નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. જેમાં હવે ઝિરોધાના કૉ-ફાઉન્ડર નિખિલ કામથનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. કામથનો આ વીડિયો 2022નો છે જે તેણે મિન્ટને આપેલા એક ઈન્ટરવ્યુનો જણાય આવે છે જેમાં તેઓ આ ટેક્સના સમર્થનમાં વાત કરી રહ્યા છે.
નિખિલ કામથે કહ્યું હતું કે, “જ્યારે અગાઉ સંગ્રહ કરેલી સંપત્તિ એક પેઢીથી બીજી પેઢી પાસે જાય છે, ત્યારે તેની વચ્ચે ફિલ્ટર હોવું જોઈએ જેથી સંપત્તિનું પુનઃવિતરણ થઈ શકે. વારસાગત કર વિશે આપણે કહી શકીએ કે તેનાથી ઘણી જગ્યાએ સારું કામ થયું છે. જે દક્ષિણ કોરિયા અને અમેરિકામાં છે. આ સિવાય યુકેમાં તેને એસ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે.”
ભારત માટે પણ જરુરી છે આ ટેક્સ
કામથે કહ્યું કે , “ભારત જેવા દેશમાં જ્યાં દેશની વસ્તીના માત્ર 3% લોકો જ ટેક્સ ચૂકવે છે, પણ જરૂરી નથી કે સંપત્તિ માત્ર 3% પાસે જ હોય. સંપત્તિ વસ્તીના એક મોટા ભાગ પાસે પણ છે. વારસાગત કર જેવી સિસ્ટમ આવવાથી, દેશના વધારેમાં વધારે લોકો કર ચૂકવતી વસ્તીનો એક ભાગ બની જશે.” તેમણે એમ પણ કહ્યું કે જ્યારે ખૂબ જ સમૃદ્ધ લોકો વારસાગત કર ચૂકવે છે, ત્યારે તે સરકારને પ્રગતિ માટે વધારાના સંસાધનો પૂરા પાડે છે, ઉલ્લેખનીય છે કે 37 વર્ષીય કામથ ગીવિંગ પ્લેજનો એક ભાગ છે, જેની સ્થાપના બિલ ગેટ્સ અને વૉરેન બફેટે કરી છે. આ ફાઉન્ડેશનના સભ્યો પોતાની સંપત્તિનો એક મોટો ભાગ દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હાલમાં નિખિલ કામથની નેટવર્થ 3.45 અરબ ડૉલર આંકવામાં આવી રહી છે.
શું છે વારસાગત ટેક્સ?
વારસાગત કર હકીકતમાં મિલકત પર વસૂલવામાં આવતો કર છે, પરંતુ તેને કોઈ પણ બીજી પ્રોપર્ટી ટેક્સ સાથે લેવાદેવા ના હોવા જોઈએ. મુખ્યત્વે અમેરિકામાં વારસાગત કરનો ઉલ્લેખ ઘણી વખત થાય છે. અમેરિકન વ્યાખ્યા મુજબ, તે વ્યક્તિના મૃત્યુ પછી મિલકત પર વસૂલવામાં આવતો કર છે, જે વારસદારોને મળવાનો હોય છે. ખાસ વાત એ છે કે આ ટેક્સ વારસાને ટ્રાન્સફર કરતા પહેલા વસૂલવામાં આવે છે
આ પણ વાંચો: મુકેશ અંબાણીના 1 રુપિયાવાળા પ્લાનથી OTT બિઝનેસ બદલાશે, Amazon-Netflixને થશે મોટી અસર