શું તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો? તો કરી લો આ કામ નહિતર નહી મળે લાભ
સરકારે પીએમ કિસાન યોજનામાં અત્યાર સુધીમાં ઘણા ફેરફારો કર્યા છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તરત જ કરી લો તેને લગતા કામ નહી તો આગામી તમારો હપ્તો અટકી જશે. જો તમે અત્યાર સુધી આ સ્કીમ હેઠળ ekyc કરાવ્યું નથી, તો જલ્દી કરાવો, કારણ કે ekycની છેલ્લી તારીખ હવે ઘણી નજીકમાં છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે હવે eKYC ફરજિયાત બનાવ્યું છે. સરકારે આ માટે 31 જુલાઈની સમયમર્યાદા નક્કી કરી છે. આ માહિતી પીએમ કિસાન પોર્ટલ (pmkisan.gov.in) પર આપવામાં આવી છે. PM કિસાન વેબસાઈટ પરના ફ્લેશ મુજબ, ‘તમામ PMKISAN લાભાર્થીઓ માટે eKYCની અંતિમ તારીખ 31 જુલાઈ 2022 છે’. ઉલ્લેખનીય છે કે અગાઉ તેની અંતિમ તારીખ 31 મે, 2022 હતી.
નોધનીય બાબત છે કે eKYC વિના તમારો આગામી હપ્તો અટકી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો છે. PM કિસાન પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે આધાર આધારિત OTP વેરિફિકેશન માટે ખેડૂતોએ કિસાન કોર્નરમાં e-KYC ઓપ્શન પર ક્લિક કરવું પડશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે નજીકના CSC સેન્ટરની મુલાકાત લેવી પડશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે બેઠા પોતાના મોબાઈલ પણ kyc કરી શકે છે. PM Kisan KYC કરવા માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. PM Kisan E Kyc OTP Link Active પર કેવી રીતે KYC કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
જાણો શું છે પ્રોસેસ
- સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં ઘણા બધા પરિણામ બતાવશે.
- જેમાં PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટમાં Farmer Corner માં જઈને e-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં OTP Based Ekyc કરી શકો છો.
- જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.
- જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેનેજેને દાખલ કરવાનો રહેશે.
- Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવું મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયેલ હોય તે જણાવશે.