ચૈત્ર મહિનાની સંકષ્ટી ચતુર્થી પર જાણો પૂજાનું મુહૂર્ત, ચંદ્રોદયનો સમય
- પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ 27 એપ્રિલ 2024ના રોજ સવારે 08:17 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 28 એપ્રિલ 2024ના રોજ સવારે 08:21 વાગ્યે સમાપ્ત થશે.
સંકષ્ટી ચતુર્થી વ્રત ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવે છે. ગૌરી પુત્ર ગજાનનને રિદ્ધિ-સિદ્ધિ આપનાર કહેવાય છે. તેમની કૃપાથી બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારકિર્દીમાં દરેક મુશ્કેલી પાર કરવાની શક્તિ મળે છે. આ સિવાય આવક અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે વ્રત કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. જાણો ચૈત્ર વદ ચોથ એટલે કે વિકટ સંકષ્ટી ચતુર્થી 2024ની તારીખ, પૂજાનો શુભ સમય અને તેનું મહત્ત્વ.
વિકટ સંકષ્ટી ચતુર્થી 2024 તારીખ
પંચાંગ અનુસાર, ચૈત્ર વદમાં, 27 એપ્રિલ 2024ના શનિવારે વિકટ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. વિકટ સંકષ્ટી ચતુર્થીના રોજ જો ઉપવાસ કરવામાં આવે તો, જીવનમાં આવતા અવરોધો અને બાધાઓ દૂર થાય છે.
વિકટ સંકષ્ટી ચતુર્થી 2024નું મુહૂર્ત
પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 27 એપ્રિલ 2024ના રોજ સવારે 08:17 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 28 એપ્રિલ 2024ના રોજ સવારે 08:21 વાગ્યે સમાપ્ત થશે.
પૂજા સમયઃ સવારે 7.22 વાગ્યાથી 9.01 વાગ્યા સુધી
રાત્રિનું મુહૂર્તઃ સાંજે 06.54 વાગ્યાથી- રાતે 8.15 સુધી
વિકટ સંકષ્ટી ચતુર્થી 2024 ચંદ્રોદયનો સમય
વિકટ સંકષ્ટી ચતુર્થી પર સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરવામાં આવે છે. ચંદ્રોદયનો સમય રાત્રે 10:23 સુધીનો છે. આ દિવસે ચંદ્રની પૂજા કર્યા વિના વ્રત અધૂરું રહે છે.
વિકટ સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ
વિકટ સંકષ્ટી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિને ધર્મ, અર્થ, મોક્ષ, જ્ઞાન, ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર મહિનાના વદ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સંતાન સુખ મળે છે. આ સાથે શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. રાત્રે ચંદ્રમાના દર્શન કરીને અર્ઘ્ય આપો અને બાપ્પાને સુખ-શાંતિની કામના કરો.
આ પણ વાંચોઃ ‘એનિમલ’થી લઈને ‘રામાયણ’ સુધી રણબીરે કર્યું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન, જુઓ બદલાયેલો લુક