PM મોદી-રાહુલ ગાંધીના ભાષણ પર ચૂંટણી પંચની નોટિસ, 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો
નવી દિલ્હી, 25 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. પંચે આચારસંહિતા ભંગના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજા પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
ECI takes cognizance of alleged MCC violations by Prime Minister Narendra Modi and Congress leader Rahul Gandhi. Both BJP and INC had raised allegations of causing hatred and divide based on religion, caste, community, or language.
ECI seeks response by 11 am on 29th April. pic.twitter.com/XbNtrI1a1s
— ANI (@ANI) April 25, 2024
ચૂંટણી પંચે બંને પક્ષોને જવાબ આપવા જણાવ્યું
ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો. પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
પંચની નોટિસ પર કોંગ્રેસની પ્રતિક્રિયા
ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
ચૂંટણી પંચે કેમ મોકલી નોટિસ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકત પચાવી લેવાશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે જ્યારે સરકાર બનશે ત્યારે અમે માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું. પીએમ મોદીની આ ટિપ્પણી અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્દોના ઉપયોગને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પોતાની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસ કી લૂંટઃ જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી, પિત્રોડાના નિવેદન પર PM મોદીનો પ્રહાર