IPL-2024ટ્રેન્ડિંગનેશનલ

વીરેન્દ્ર સેહવાગે એવું તો શું કહ્યું કે ભલભલાને મરચાં લાગી ગયાં? જાણો આખો કિસ્સો

Text To Speech
  • ભારતીય ક્રિકેટરોના અન્ય દેશોની ટી-20 લીગમાં ન રમવાના સવાલ પર વીરેન્દ્ર સેહવાગે એડમ ગિલક્રિસ્ટને એવો જવાબ આપ્યો કે જેનાથી વિવાદ છેડાઈ શકે છે.

 HDન્યુઝ ડેસ્ક,25 એપ્રિલ: વીરેન્દ્ર સેહવાગ તેની ક્રિકેટ કારકિર્દીમાં એકદમ નીડર થઈને બેટિંગ કરતો હતો. કોમેન્ટ્રી કે સોશિયલ મીડિયા પર સેહવાગ પોતાની વાત પણ એ જ રીત ખુલ્લેઆમ કહે છે. તેણે ફરીથી કંઈક એવું કહ્યું છે જેના વિશે કદાચ ક્રિકેટ ચાહકોના અભિપ્રાય વહેંચાયેલા જોવા મળી શકે. પણ, તેણે પોતાના દિલની વાત કહી. સેહવાગે એડમ ગિલક્રિસ્ટ સાથેના એક પોડકાસ્ટમાં અન્ય દેશોમાં ટી20 લીગ વિશે એવું કંઈક કહ્યું છે, જેના લીધે વિવાદ થઈ શકે છે.

 ગિલક્રિસ્ટ સાથેના પોડકાસ્ટમાં સેહવાગે કર્યો ખુલાસો

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ સાથેની વાતચીત દરમિયાન વીરેન્દ્ર સેહવાગે ખુલાસો કર્યો હતો કે તેને એક વખત બિગ બેશ લીગની ફ્રેન્ચાઈઝી દ્વારા $100,000ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી કારણ કે તેણે કહ્યું કે, તેઓ તેમના વેકેશન પર આટલા પૈસા ખર્ચે છે. જોકે, સેહવાગે મજાકમાં આ વાત કહી હતી. જો કે આ અંગે ચાહકો અલગ અલગ કોમેન્ટ આપી રહ્યા છે.

સેહવાગે પૈસાનું અભિમાન બતાવ્યું

આ પોડકાસ્ટ દરમિયાન સેહવાગને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ખેલાડીઓ બિગ બેશ લીગમાં રમવાનું વિચારશે? ત્યારે ભારતીય બેટિંગ લિજેન્ડે ગિલક્રિસ્ટને તેની ટ્રેડમાર્ક વિનોદી શૈલીમાં જવાબ આપ્યો કે, ભારતીય ક્રિકેટરોને BBL રમવાની કોઈ જરૂર નથી કારણ કે “તેઓ સમૃદ્ધ છે અને ગરીબ દેશોમાં જતા નથી.

 

સેહવાગે આગળ કહ્યું, “મને હજુ પણ યાદ છે જ્યારે મને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારે હું IPL રમી રહ્યો હતો, એ વખતે મને BBLતરફથી ઓફર મળી કે મારે બિગ બેશમાં ભાગ લેવો જોઈએ, મેં કહ્યું ઠીક છે કેટલા પૈસા, તેણે કહ્યું $100,000. મેં કહ્યું કે હું તે પૈસા મારા વેકેશન પર ખર્ચી શકું છું, અરે ગઈ રાતનું બિલ $100,000 થી વધુ હતું.”

આ પણ વાંચો: ICC Champions Trophy 2025: જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન સામે રમવા નહીં જાય તો શું થશે?

 

Back to top button