ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતનો બુટલેગર મોહમ્મદ ફારુક ભારતીય સૈન્યના વેશમાં મહારાષ્ટ્રમાં દારુની ખેપ કરતાં ઝડપાયો

  • મોહમ્મદ ફારૂક સૈન્યના વેશમાં પોલીસને ગેરમાર્ગે દોરતો અને દારૂની હેરાફેરી કરતો હતો 

મુંબઈ, 25 એપ્રિલ: મહારાષ્ટ્રના નંદુરબારમાં નકલી મેજર તરીકે ઓળખ આપીને દારૂની હેરાફેરી કરનારા રાહિલ શેખ ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ફારૂક ગુજરાતના વડોદરાનો રહેવાસી છે અને મહારાષ્ટ્રના નંદુરબારમાં જતો હતો. તેનું એકમાત્ર કામ ભારતીય સૈન્ય (મેજર)નો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરવાનું હતું. ઘણા દિવસો સુધી તેણે મેજરનો યુનિફોર્મ પહેરી-પહેરીને પોતાની છેતરપિંડી છુપાવી પરંતુ તાજેતરમાં તેનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તેણે પોલીસ સામે બડાઈ મારવાનું શરૂ કર્યું અને બૂમો પાડીને આદેશ આપવાનો પ્રયાસ કર્યો.

બુટલેગરનો કેવી રીતે પર્દાફાશ થયો?

હકીકતમાં થયું એવું કે, મહારાષ્ટ્રના નંદુરબારમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન સેનાના એક મેજર રેન્કના અધિકારીનો યુનિફોર્મ પહેરેલો મોહમ્મદ ફારૂક કારમાંથી નીચે ઉતર્યો અને પોલીસ પર બૂમો પાડવા લાગ્યો. આ દરમિયાન કોન્સ્ટેબલ તેની નજીક આવ્યો અને તેને મેજર માનીને સલામ કર્યું. આ પછી, જ્યારે મહારાષ્ટ્ર પોલીસે પોતાના તુષ્ટિકરણ માટે તેની પૂછપરછ શરૂ કરી, ત્યારે તેની બધી બડાઈનો અંત આવ્યો. નંદુરબાર પોલીસે નકલી મેજર રાહિલની તપાસ કરતાં તેની કારમાંથી રૂ.1.5 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જ્યારે પોલીસે તેના વિશે પૂછ્યું ત્યારે પણ તે પોતાને આર્મી ઓફિસર ગણાવતો રહ્યો. પોલીસને શંકા જતાં તેનું ID ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે તેનું આઈડી પણ ફેક(નકલી) છે.

અહેવાલો મુજબ, નંદુરબાર પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ થઈ ચૂકી છે. તે મહારાષ્ટ્રના જલગાંવનો વતની છે પરંતુ હાલમાં તે વડોદરાના ગોરવામાં રહેતો હતો. સૈન્યનો યુનિફોર્મ પહેરીને તે મહારાષ્ટ્રથી દારૂ ભરેલી ગાડી ગુજરાતમાં લઈ જતો હતો જેથી સરહદ પાર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે, પરંતુ આ વખતે તે પકડાઈ ગયો. અહેવાલોમાં ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સિદ્ધરાજ સિંહને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પોલીસે આરોપીના ઘરની પણ તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી અંદાજે રૂ.3.67 લાખની કિંમતનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સિવાય સૈન્યના યુનિફોર્મની જોડી પણ મળી આવી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે, તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી. નંદુરબાર પોલીસ આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર રાખીને પૂછપરછ કરી રહી છે. આ પછી ગોરવા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેની કાર્યવાહી કરશે. બંને રાજ્યોની પોલીસ શોધી રહી છે કે, ફારુકે નકલી આર્મી મેજર તરીકે ક્યાં ક્યાં મુસાફરી કરી અને તેણે કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી? તે હમણાં જ બહાર આવ્યું છે કે, મોહમ્મદ ફારૂક શેખે શાહિદાને મૂર્ખ બનાવી હતી અને પાંચ વર્ષ પહેલાં એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા તેની સાથે લગ્ન કર્યા હતા અને દાવો કર્યો હતો કે, તે સેનામાંથી નિવૃત્ત છે.

આ પણ જુઓ: ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન

Back to top button