રોબોટની માંગમાં સિંદુર ભરીને ધર્મપત્ની બનાવશે આ રાજસ્થાની છોરો, જાણો રોમાંચક લવસ્ટોરી
- રાજસ્થાનના છોકરાએ રોબોટ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું
- રોબોટને ખાસ તમિલનાડુ અને નોઈડાની એક કંપનીએ તૈયાર કર્યો છે
- રોબોટને પત્ની બનાવીને તેનો પતિ કરાવશે તેને ઘણા બધા કામ
રાજસ્થાન, 25 એપ્રિલ: પ્રેમની કોઈ સીમા નથી હોતી કારણ કે પ્રેમ એક એવી લાગણી છે જે કોઈપણ સમયે કોઈને પણ થઈ જતી હોય છે. અને એકવાર જો તમે પ્રેમમાં પડી ગયા તો પછી તેમાંથી બચવું ખૂબ મુશ્કેલ છે. લોકો પ્રેમમાં મોટા મોટા યુદ્ધો પણ લડી લેતા હોય છે. પરંતુ રાજસ્થાનના એક યુવકને એક મશીન સાથે પ્રેમ થઈ ગયો. હવે આ યુવકે મશીન એટલે કે રોબોટ ગીગા સાથે લગ્ન કરવાનું નક્કી પણ કર્યું છે. રાજસ્થાનમાં સૂર્યા નામનો એક વ્યક્તિ ગીગા નામની રોબોટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ વાત જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે પણ આ વાત સાચી છે કે રાજસ્થાનમાં એક વ્યક્તિ રોબોટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્નની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વ્યવસાયે ટેકનોક્રેટ સૂર્યા રોબોટ ગીગા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. સીકરનો રહેવાસી સૂર્યા ગીગાને ખૂબ જ પસંદ કરતો હતો. હવે તે આ પ્રેમને એક નવું નામ આપીને તેને પોતાની પત્ની બનાવવા જઈ રહ્યો છે. ત્યારે લગ્ન પહેલા જ આ કપલની ચર્ચા થવા લાગી છે.
સુર્યાની કન્યા 5 લાખ રુપિયામાં ડીઝાઈન થઈ
સૂર્યાએ લોકોને તેની ભાવિ કન્યા વિશે જણાવતા કહ્યું કે, ગીગાને તમિલનાડુ અને નોઈડાની એક કંપનીએ તૈયાર કરી છે. તેને બનાવવામાં લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે તેને ઓર્ડર આપવામાં આવે ત્યારે તેની અંદર ગોઠવેલા સેન્સર ગીગાને મુવમેન્ટ કરાવે છે. સૂર્યા હાલમાં એક ખાનગી સોફ્ટવેર કંપનીમાં મેનેજર છે. તેને ગીગા રોબોટ પર દીલ આવતા તેને પોતાની પત્ની બનવવાનું નક્કી કર્યું છે. સુર્યા લગ્ન પછી ગીગાને હાઉસવાઈફન નહી પણ વર્કીગવાઈફ બનાવીને તેની પાસે ઘણા કામ કરાવશે. સુર્યા પોતે તેની માટે નોકરી શોધશે.
હાલમાં ગીગા રોબોટ આ પ્રકારના કામ કરે છે
સૂર્યાની પત્ની બનનારી ગીગા ખૂબ જ સ્માર્ટ છે. તેની અંદર ગોઠવાયેલા સેન્સરનાં કારણે, ગીગા ઘણા બધાં કામો કરી શકે છે. તે સતત 8 કલાક કામ કરી શકે છે. આ માટે ગીગા રોબોટને અઢી કલાક ચાર્જ કરવો પડશે. ગીગા માત્ર અંગ્રેજીમાં આપવામાં આવેલા આદેશો જ સમજે છે. આ સિવાય, ભવિષ્યમાં તેને હિન્દી કમાન્ડ સાથે પણ અપડેટ કરવામાં આવશે. હવે ગીગા ડાબી અને જમણી બાજૂ મુવ કરી શકે છે, લોકોને બેસવાનું કહે છે, તેઓને પાણી પણ આપે છે અને જતી વખતે બાય-બાય કહીને નીકળી જાય છે. ગીગાને ભવિષ્યમાં બીજા ઘણા બધા કામકાજ પણ શીખવવામાં આવશે. પરંતુ તે પહેલા સૂર્યા ગીગાને પોતાની પત્ની બનાવશે.
આ પણ વાંચો: તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર સેલનું સમન્સ, IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત કેસ