શુભમન ગિલે IPLમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બન્યો સૌથી યુવા ભારતીય
- ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે IPLનો ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલ ખાસ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો
HD ન્યૂઝ ડેસ્ક, 24 એપ્રિલ: IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને છે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાતની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે દિલ્હીએ ગુજરાતને 225 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. આ મેચ દરમિયાન શુભમન ગીલે એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે ખાસ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
શુભમન ગિલે આઈપીએલમાં રચ્યો ઈતિહાસ
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ શુભમન ગિલની IPL કારકિર્દીની 100મી મેચ છે. આઈપીએલમાં આવું કરનાર ગિલ 65મો ખેલાડી બની ગયો છે. ખાસ વાત એ છે કે શુભમન ગિલ IPLમાં 100 મેચ રમનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ 25 વર્ષ 182 દિવસની ઉંમરમાં 100 IPL મેચ રમી હતી. બીજી તરફ ગિલે 24 વર્ષ 229 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તે જ સમયે, ગિલ IPLમાં 100 મેચ રમનાર બીજો સૌથી યુવા ખેલાડી છે. આ યાદીમાં રાશિદ ખાન સૌથી આગળ છે. રાશિદ ખાને 24 વર્ષ 221 દિવસની ઉંમરમાં 100 IPL મેચ રમી હતી.
100 IPL મેચ રમનાર સૌથી યુવા ખેલાડી
- 24 વર્ષ, 221 દિવસ – રાશિદ ખાન
- 24 વર્ષ, 229 દિવસ – શુભમન ગિલ
- 25 વર્ષ, 182 દિવસ – વિરાટ કોહલી
- 25 વર્ષ, 335 દિવસ – સંજુ સેમસન
- 26 વર્ષ, 108 દિવસ – પિયુષ ચાવલા
શુભમન ગિલની આઈપીએલ કારકિર્દી
શુભમન ગિલે આઈપીએલમાં અત્યાર સુધી 3088 રન બનાવ્યા છે. જ્યાં તેની એવરેજ 38.12 અને સ્ટ્રાઈક રેટ 135.20 હતી. આઈપીએલમાં ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 129 રન છે. તેણે આઈપીએલમાં કુલ ત્રણ સદી ફટકારી છે, જ્યારે તેના નામે 20 અડધી સદી પણ છે. બીજી તરફ આ સિઝનમાં તેણે 42.57ની એવરેજ અને 146.80ની સ્ટ્રાઈક રેટથી 298 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: ICC Champions Trophy 2025: જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન સામે રમવા નહીં જાય તો શું થશે?