25 એપ્રિલ 2024: તુલા રાશિના જાતકોને ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય

  • મેષ:

    નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય છે.

  • વૃષભ :

    ખોટા વિચારો કરવાથી દૂર રહેવું. નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને.

  • મિથુન:

    સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય છે

  • કર્ક:

    આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી ખુબ જ જરૂરી . શરદી, કફથી સાચવવું. મિત્રો તરફથી લાભ મળી શકે.

  • સિંહ:

    મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય

  • કન્યા:

    પરિવારના સભ્યોની થોડી ચિંતા રહે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય રહેશે.

  • તુલા:

    ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન- મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા.

  • વૃશ્ચિક:

    આવકમાં વધારો થતો જણાય છે. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય

  • ધનુ:

    આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે.

  • મકર:

    લક્ષ્મીનો વખતસર લાભ મળી શકે. જુના મિત્રોને મળવાનું થાય.

  • કુંભ:

    નાના ભાઈ- બહેનની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી ખુબ જ જરૂરી

  • મીન:

    પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બની શકે

Back to top button