ટ્રેન્ડિંગવર્લ્ડ

200 મુસાફરોને લઈ જઈ રહેલા પ્લેનમાં લાગી આગ, પાયલોટે આ રીતે બચાવ્યા જીવ

Text To Speech
  • 200 મુસાફરોને લઈને ઉડાન ફરી રહેલા વિમાનમાંથી અચાનક નીકળવા લાગ્યો ધુમાડો
  • ધુમાડો નીકળતો જોઈ વિમાનનું તરત જ કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ

ટોક્યો, 24 એપ્રિલ: જાપાનમાં હવામાં ઉડતા વિમાનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતાં 200 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોઈને પાઈલટ સહિત ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ વિમાનમાં સવાર મુસાફરોને ધુમાડાના સમાચાર મળતાં તેઓ પણ ચિંતામાં મુકાયા હતા. નોંધનીય છે કે ઓલ નિપ્પોન એરવેઝ (ANA)નું એક એરક્રાફ્ટ બુધવારે ઉડાન દરમિયાન ધુમાડો નીકળતું જોવા મળ્યું હતું, ત્યારબાદ તે ઉત્તરી જાપાનના શિન ચિટોઝ એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

વિમાનનું એન્જિન બંધ કરતાં ધુમાડો ઓછો થયો

ઈમરજન્સી લેન્ડિંગના સમાચારથી મુસાફરોમાં જીવ આવ્યો હતો. મુસાફરોમાં લાંબા સમય સુધી અરાજકતાનું વાતાવરણ હતું. તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. બધાને પોતાનો જીવ બચાવવાની ચિંતા થવા લાગી હતી. NHK એ જણાવ્યું હતું કે ટોક્યોથી ANA ફ્લાઈટમાં લગભગ 200 લોકો સવાર હતા અને કોઈ ઈજા થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ કર્યા પછી એન્જિન બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ વિમાનની પાંખવાળા ભાગમાંથી નીકળતો ધુમાડો ઓછો થઈ ગયો હતો.

જાન્યુઆરીમાં જાપાનમાં વિમાન બની ગયું હતું સળગતું વિમાન

અગાઉ જાન્યુઆરીમાં પણ એક વિમાનમાં આગ લાગી હતી. આ ઘટના રાજધાની ટોક્યોના હનેદા એરપોર્ટ પર બની હતી. આ સમય દરમિયાન જાપાન એરલાઇન્સ (JAL) ની ફ્લાઈટ અને કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ અથડાયા અને આગ લાગી હતી. JAL એરક્રાફ્ટમાં સવાર તમામ 379 મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટનો પાયલોટ ઘાયલ થયો હતો અને ક્રૂના પાંચ સભ્યો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: કિર્ગિસ્તાનમાં બર્ફીલા ધોધમાં ફસાઈ જવાથી આંધ્ર પ્રદેશના મેડિકલ સ્ટુડન્ટનું મૃત્યુ

Back to top button