ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પેરેન્ટ્સ સાવધાન, બાળકોના ગ્રોથનો સૌથી મોટો દુશ્મન છે મોબાઈલ!

  • તમે જાણો છો કે તેના વધુ પડતા ઉપયોગથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પડી રહી છે? મોબાઈલ બાળકોના ગ્રોથનો સૌથી મોટો દુશ્મન બની રહ્યો છે.

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. બાળકોના હાથમાં પણ સતત મોબાઈલ જોવા મળે છે. બાળકો રમવા હોય કે ભણતા હોય, પરંતુ તેઓ મોબાઈલ વગર રહી શકતા નથી. થોડી થોડી વારે તેઓ મોબાઈલની નજીક પહોંચી જાય છે. મોટાભાગના બાળકો દિવસના બે-ત્રણ કલાક કે તેથી વધુ સમય મોબાઈલ સાથે જોવા મળે છે. તમે જાણો છો કે તેના વધુ પડતા ઉપયોગથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પડી રહી છે? મોબાઈલ બાળકોના ગ્રોથનો સૌથી મોટો દુશ્મન બની રહ્યો છે.

શારીરિક વિકાસમાં અવરોધ

મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગના કારણે બાળકોમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે . પહેલી સમસ્યા ઊંઘનો અભાવ છે. જ્યારે બાળકો મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે ત્યારે તેમને યોગ્ય સમયે ઊંઘ આવતી નથી અને તેમનું શરીર અને મન યોગ્ય રીતે આરામ કરી શકતા નથી. આ સિવાય સ્ક્રીનને લાંબા સમય સુધી જોવાથી આંખોમાં બળતરા થાય છે અને અને દ્રષ્ટિ નબળી પડે છે. ત્યારપછી સતત બેસી રહેવાથી તેમના સ્નાયુઓ જકડાઈ જાય છે. આ બધી વસ્તુઓ બાળકોના આરોગ્ય અને વિકાસને અસર કરે છે.

માનસિક અસર 

જ્યારે બાળકો વધુ સમય સુધઈ મોબાઈલ પર ગેમ રમે છે કે વીડિયો જોવે છે તો તેમની એકાગ્રતા અને શીખવાની ઝડપ ઘટી શકે છે. તેમના સ્કૂલના અભ્યાસ પર પણ વિપરીત અસર પડે છે. જ્યારે બાળકો સતત સ્ક્રીન તરફ જુએ છે, ત્યારે તેમનું મન ભટકવા લાગે છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેથી મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવો જરૂરી છે.

સામાજિક અસર

બાળકો જ્યારે મોબાઈલ પર વધુ સમય વિતાવે છે, ત્યારે તેઓ વાસ્તવિક દુનિયા સાથેનો સંપર્ક ગુમાવે છે. આ કારણે, તેમને નવા મિત્રો બનાવવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે તેઓ લોકો સાથે વાત કરવામાં સંકોચ અનુભવે છે. સામાજીક કૌશલ્યો જેમ કે ટીમમાં કામ કરવું, સંવાદ કરવો અને હોશિયારીથી વર્તવું તે પણ ઘટી શકે છે. તેથી, મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરીને બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

માતા-પિતા ખાસ કરે આ ઉપાય

પેરેન્ટ્સ સાવધાન, બાળકોના ગ્રોથનો સૌથી મોટો દુશ્મન છે મોબાઈલ! hum dekhengenews

 

સમય મર્યાદા નક્કી કરો: માતા-પિતાએ બાળકોના મોબાઈલના ઉપયોગ માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

શારીરિક પ્રવૃત્તિમાં વધારો: બાળકોને આઉટડોર રમતો અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

શીખવાની વૈકલ્પિક રીતો: બાળકોને અભ્યાસ માટે અન્ય સંસાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરો, જેમ કે પુસ્તકો અને રમતો.

આ પણ વાંચોઃ જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી તો વર્ષ 2024માં થશે ચારેબાજુ વિનાશ

Back to top button