કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ આપતાં સ્ટેજ પર થયા બેભાન, સારવાર માટે લઈ જવાયા
મહારાષ્ટ્ર, 24 એપ્રિલ : મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈ ગયા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તરત જ તેમને ઉપાડી સારવાર માટે લઈ ગયા હતા.
ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. ત્યાં તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા, દરમિયાન અચાનક બેભાન થઈ ગયા, ત્યારબાદ આસપાસના લોકોએ તેમને પકડી અને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા.
નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી ભાજપના ઉમેદવાર છે. તેઓ કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
નીતિન ગડકરી ભાષણ આપતાં સ્ટેજ પર થયા બેભાન
#UnionMinister #BJP #loksabhaelection2024 #nitingadkari #humdekhengenews pic.twitter.com/l6IyqBQb0L
— Hum Dekhenge News (@humdekhengenews) April 24, 2024
અગાઉ પણ નીતિન ગડકરીની તબિયત બગડી હતી
આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.
જો કે બાદમાં નીતિન ગડકરી ટ્વિટ કરી પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાઈ હતી. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટીંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર’
“पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद,” posts Union Minister Nitin Gadkari (@nitin_gadkari). pic.twitter.com/5btGvfD0nb
— Press Trust of India (@PTI_News) April 24, 2024
આ પણ વાંચો :નકલી એરબેગના વેચાણ દ્વારા લોકોનું જીવન જોખમમાં મૂકનાર ગેંગ ઝડપાઈ