JP મોર્ગનના CEOએ PMની કરી પ્રશંસા, કહ્યું: નરેન્દ્ર મોદીએ ભારતમાં અવિશ્વસનીય કામ કર્યું છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે: જેમી ડિમોન
નવી દિલ્હી, 24 એપ્રિલ: JP મોર્ગન ચેઝ એન્ડ કંપનીના CEO જેમી ડિમોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માટે અવિશ્વસનીય કામ કર્યું છે. વડાપ્રધાન મોદીના વખાણ કરતા JP ડિમોને વધુમાં કહ્યું કે, તેઓ તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે. તેમણે ઈશારામાં એમ પણ કહ્યું કે, અમેરિકામાં પણ આવા નેતાની જરૂર છે. જેઓ તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શકે છે.
Modi has done an unbelievable job in India: Jamie Dimon, CEO of JPMorgan Chase & Co. pic.twitter.com/hGFsDL7m0C
— Piyush Goyal (मोदी का परिवार) (@PiyushGoyal) April 24, 2024
CEO જેમી ડિમોને શું કહ્યું?
જેમી ડિમોને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના પ્રયાસોથી 40 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેઓ એક કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના પ્રયાસોથી 40 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.” જેમી ડિમોન એક કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ સાથે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, પીએમ મોદી આ ઉનાળામાં ત્રીજી વખત સત્તામાં પરત ફરશે.
જેમી ડિમોને પીએમ મોદીના શાસન દ્વારા તાજેતરના સમયમાં ભારતમાં કરવામાં આવેલા સુધારાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 700 મિલિયન લોકો પાસે બેંક ખાતા છે અને તેમની ચૂકવણી સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભારતમાં અતુલ્ય શિક્ષણ પ્રણાલી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.” તેમણે પીએમ મોદીના કઠિન હોવા અને દેશની કડક અમલદારશાહી પ્રણાલીને તોડવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની કર પ્રણાલીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી કર પ્રણાલીમાં અસમાનતાને દૂર કરીને પીએમ મોદીની સરકારે ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો છે.
આ પણ જુઓ: મુસ્લિમોને અનામત આપવા કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મોટો ખેલ પાડ્યો? જાણો શું થયું