ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

નેતાઓની જેમ વેપારીઓએ પણ કરી ફ્રી-ફ્રી-ફ્રીની જાહેરાત, જાણો શું છે મામલો?

Text To Speech
  • લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા વેપારીઓ કરશે મદદ
  • ચૂંટણીમાં મતદાન કરનારને મળશે ફ્રીમાં પોહા, જલેબી અને આઈસ્ક્રિમ

ઇન્દોર, 24 એપ્રિલ: દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેના પ્રથમ તબક્કામાં તો મતદાન પણ થઈ ગયું છે. ત્યારે હજી છ તબક્કા બાકી છે. ઇન્દોરમાં ચોથા તબક્કામાં 13મેના રોજ મતદાન થવાનું છે. જેને લઈને ઇન્દોર લોકસભા ક્ષેત્રના વેપારી મિત્રોએ પણ નેતાઓની જેમ જ મતદાનને પ્રોત્સાહન આપવા માટે એક ‘સ્વાદિષ્ટ’ ઓફર આપવામાં આવી છે. શહેરની વિવિધ વ્યાપારી સંસ્થાઓએ નક્કી કર્યું છે કે તેઓ મતદાનના વહેલી કલાકોમાં મતદાન કરનાર લોકોને પોહા, જલેબી, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્યપદાર્થો એકદમ ફ્રીમાં આપશે.

કેમ વેપારીઓ આપશે ફ્રીમાં નાસ્તો?

અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યાપારી સંસ્થાઓએ મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. બેઠક બાદ સિંહે પત્રકારોને કહ્યું, “અમે ઇન્દોર લોકસભા મતવિસ્તારને મતદાનની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ બનાવવા માંગીએ છીએ. આ માટે વ્યાપારી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. શહેરની પ્રખ્યાત ચાટ-ચોપાટી ’56 દુકાન’ના વેપારી સંગઠનના પ્રમુખ ગુંજન શર્માએ જણાવ્યું હતું કે સવારે 7 થી સવારે 9 વાગ્યાની વચ્ચે મતદાન કરનારા લોકોને આ ચાટ-ચોપાટી પર મફત પોહા-જલેબી પીરસવામાં આવશે.

મતદાન કર્યાની શાહી બતાવો અને કરો નાસ્તો

તેમણે કહ્યું, “આ સમયગાળા દરમિયાન મતદાન કરનારા વરિષ્ઠ નાગરિકો અને તેમના જીવનમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને અમારી ચાટ-ચોપાટી પર પોહા-જલેબી સાથે મફત આઈસ્ક્રીમ આપવામાં આવશે. આ માટે તેઓએ દુકાનદારોને તેમની આંગળી પર મતદાન કર્યા બાદ જે શાહીનું નિશાન કરવામાં આવે છે તે કરેલું બતાવવાનું રહેશે.

અન્ય વેપારીઓએ નૂડલ્સ અને મંચુરિયનની કરી ઓફર

અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કેટલીક અન્ય વ્યાપારી સંસ્થાઓએ સવારના કલાકોમાં મતદાન કરતા લોકોને મફતમાં નૂડલ્સ અને મંચુરિયન જેવી વાનગીઓ પીરસવાની ઓફર કરી છે. 2019 માં છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્દોર લોકસભા ક્ષેત્રમાં 69 ટકા મતદાન નોંધાયું હતું. આ લોકસભા ક્ષેત્રમાં 25.13 લાખ મતદારો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં, PM મોદી અને અમિત શાહ સભાઓ ગજવશે

Back to top button