તેણે મને રાત્રે ત્રણ વાગ્યે બોલાવી હતી – કાસ્ટિંગ કાઉચનો ભોગ બનેલી અભિનેત્રીએ રડતાં રડતાં…
- બિગ બોસ ઓટીટી 2ની રનર અપ બની મનીષા રાની
- બિગ બોસમાં કામ કરવાનું એકટ્રસનું સપનું હતુ
- કાસ્ટિંગ કાઉચને લઈને વાત કરતા દુ:ખી થઈ
HD ન્યુઝ ડેસ્ક, 24એપ્રિલ: ‘બિગ બોસ ઓટીટી 2’ની રનર અપ મનીષા રાનીએ હાલમા જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બિગ બોસમાં એન્ટ્રી નું વચન આપીને એક વ્યક્તિએ તેને રાતે 3 વાગે ફોન કરીને મળવા બોલાવી હતી. બિગ બોસ ઓટીટી 2ની રનર અપ રહેલી મનીષા રાની વિનર તો ના બની શકી પણ પોતાના નટખટ અંદાજથી કરોડો લોકોના દીલ જરુર જીતા લીધા હતા. હાલમાં આ એક્ટ્રેસ કોઈ ના કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની શરુઆતની જર્ની વિશે વાતો શેર કરી હતી, જેમાં મનીષાએ કાસ્ટીંગ કાઉચને લઈને વાત કરી હતી. એક મીડિયા પોર્ટલ જોડે વાત કરતા સમયે મનીષાએ કહ્યું હતું કે, એક વ્યક્તિએ તેને બિગ બોસમાં મોકલવાનું વચન આપીને રાતે 3 વાગે ફોન કરીને મળવા માટે બોલાવી હતી.
કાસ્ટીંગ કાઉચથી છલકાયું મનીષાનું દુ:ખ
એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં મનીષા રાનીએ આ વિશે જણાવ્યું હતું કે, એક વાર તેણે અજીબ પરિસ્થિતિનો સમનો કર્યો હતો. બિગ બોસમાં એન્ટ્રી મેળવવું હંમેશાથી મનીષાનું સ્વપન રહ્યું હતું. આ માટે તે ઘણા બધા પ્રયાસો પણ કરતી હતી કે જેનાથી તેને સલમાન ખાનના શો માં એક વાર મોકો મળી જાય. આવા જ એક પ્રયાસ દરમિયાન તેની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ જેણે કહ્યું હતું કે, તે બિગ બોસની ટીમનો એક ભાગ છે માટે તે તેને શોમાં એન્ટ્રી અપાવશે. આમ મનીષા તે વ્યક્તિ થકી એવા લોકોને પણ મળી હતી કે જેને તે પહેલાથી જાણતી હતી આથી તેના પર ભરોસો મુકીને તેની સાથે પોતાનો નંબર શેર કર્યો હતો. આમ સંપર્કમાં આવતા મનીષા સાથે તે વ્યક્તિના ડાન્સ વીડિયો પણ તેણે શેર કર્યા હતા. આમ એક્ટ્રેસને તે વ્યક્તિએ બિગ બોસમાં મોકલવા આશ્વાસન આપ્યું હતું.
મનીષાને મુંબઈ બોલાવી
એક્ટ્રેસ બિગ બોસની પહેલા ઝલક દીખલા જા 11ની વિનર પણ રહી ચૂકી છે. પોતાની સાથે બનેલી ઘટના વિશે વધુ જણાવતા તેણ કહ્યું હતું કે, એક વાર અમે બિહારમાં 4-5 દિવસો માટે ઘરે ગયા હતા. તે સમયે મારા પર એક ફોન આવ્યો કે,’ તારે કલર્સમાં નથી જાવું, બિગ બોસ કામ નથી કરવું તો શા માટે ઘરે બેસી રહી છે. તું અત્યારે જ મુંબઈ આવી જા.’ આથી અમે લોકો સ્પેશિયલ ટિકિટ લઈને બિગબોસમાં એન્ટ્રી મળી જશે એ આશાથી તરત જ મુંબઈ જવા રવાના થયા. આ પછી તે વ્યક્તિ એક્ટ્રેસને ફોન કરીને અલગ-અલગ જગ્યાઓ પર મળવાનું કહેતો હતો, જેના લીધે તેેનેે થોડી શંકા થઈ. એક વાર તો તેણે એક્ટ્રેસને 3 વાગે ફોન કરીને ક્હ્યું કે, ‘મારા ઘરે આવી જા.’ જેના જવાબમાં એક્ટ્રેસે જણાવ્યું કે ઘરે તો નહીં આવી શકાય. આથી ગુસ્સે ભરાયેલા તે વ્યક્તિએ ફોનમાં જ અભદ્ર ભાષામાં ઘણું ખરું સંભળાવતા એક્ટ્રેસ રડવા લાગી હતી. આ પછી તેણે તે વ્યક્તિનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.
આ પણ વાંચો: સલમાન સામે રડી પડ્યો આયુષ શર્મા! કેમ માંગી હતી માફી?