ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી રાઉન્ડ થશે શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં પવનની ઉતર પશ્ચીમની દિશા તરફ થતા ગરમી વધે તેવી શકયતા
- એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જવાની શકયતા
- 24 અને 25 એપ્રિલ ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી રહેશે
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી રાઉન્ડ શરૂ થશે. જેમાં એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જવાની શકયતા છે. તેમાં 26 એપ્રિલથી ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગની અગાહી છે. તેમજ 24 અને 25 એપ્રિલ ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી રહેશે.
રાજ્યમાં પવનની ઉતર પશ્ચીમની દિશા તરફ થતા ગરમી વધે તેવી શકયતા
રાજ્યમાં પવનની ઉતર પશ્ચીમની દિશા તરફ થતા ગરમી વધે તેવી શકયતા છે. ગઇકાલે રાજ્યમાં પડેલી ગરમી પર નજર કરીએ તો અમદાવાદ 39 ડિગ્રી તથા ગાંધીનગર 38.6 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 38.7 ડિગ્રી અને અમરેલી 39.00 ડિગ્રી તથા સુરત 38 ડિગ્રી, કચ્છ 40.00 ડિગ્રી, જામનગર 38.6 ડિગ્રી, ભાવનગર 38.02 ડિગ્રી અને વડોદરા 37.08 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે.
એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જવાની શકયતા
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું ગરમીને લઈ અનુમાન છે. એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જવાની શકયતા છે. તેમાં 26 એપ્રિલથી ગરમીમાં વધારો થશે. તથા 24 અને 25 એપ્રિલ ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે માહિતી આપી કે, આગામી બે દિવસ તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 39 જયારે ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાશે. જોકે, બે દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે. રાજ્યમાં ગત રોજ સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતુ આ વચ્ચે હાલ રાજ્યમાં હિટવેવની શક્યતા નથી.