RR સામે MI મેચ હારી જતાં ઈરફાનની કોમેન્ટ, કેપ્ટન પંડયાનો હિટિગ પાવર ઓછો થઈ ગયો છે
- 22 એપ્રિલે રમાયેલી RR vs MI મેચમાં RR જીત મેળવી હતી
- આ મેચમાટે ઈરફાને વીડિયો શેર કરીને યશસ્વી અને પંડયા વિશે કોમેન્ટ કરી
- ઈરફાન પઠાને કહ્યું પંડયાની હિટીંગ એબિલીટી ઓછી થઈ રહી છે
દીલ્હી, 23 એપ્રિલ : ગઈકાલે 22 એપ્રિલે રમાયેલી RR vs MI માં મુંબઈ ઇન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે હરાવ્યું હતું. સીઝનમાં કુલ 8 મેચમાંથી માત્ર 3 મેચ જીતનારા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દીક પંડયા જ્યારથી કેપ્ટન બન્યો છે ત્યારથી તેના ખરાબ દીવસો ચાલી રહ્યાં છે. કેપ્ટન પંડયા પર ચારેબાજું ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી બોલર યશસ્વી જયસ્વાલે સદી લગાવી હતી અને સંદીપ શર્માએ 5 વિકેટ ખેરવી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઈરફાન પઠાણે શેર કર્યો હતો, જેમાં યશસ્વી જયસ્વાલની ઘણા વખાણ કર્યા હતા સાથે સાથે કેપ્ટન પંડયા ની ટીકા પણ કરી હતી. ઈરફાન પઠાણ કહ્યું કે તેનું જે પ્રકારનું ફોર્મ છે, તે ટીમ ઈન્ડીયા માટે સારી વાત નથી.
View this post on Instagram
હાર્દીકના ફોર્મ અંગે કરી કોમેન્ટ
ઈરફાન પઠાણે યશસ્વી જયસ્વાલના વખાણ કરતા કહ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે પહેલાની મેચોમાં ઘણા ઓછા રન કર્યા હતા તેમ છતાં પણ તેણે 140ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા એટલા માટે તેના વખાણ થાય છે. આ સાથે પંડયા પર કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે, તે આઈપીએલમાં સારુ ફોર્મ મેળવવા માટે સરળ રસ્તાઓ શોધી રહ્યો છે જેના લીધે તેમને ટીમના સાથી ખેલાડીઓ તરફથી જ રિસપેક નથી મળતી. જ્યારે ઓપનર રન બનાવે છે, તો તેઓ બેંટીગ ઓર્ડરમાં આગળ આવે છે, જ્યારે વિકેટ જલ્દી પડે છે, તો તે ટિમ ડેવિડ અને નેહલ વાઢેરાને આગળ મોકલે છે આમ તમે આ રીતે ટીમમાં રિસ્પેક્ટ ના મેળવી શકો. ઈરફાન પઠાન આ સાથે એમ પણ કહ્યું કે હવે હાર્દીક પંડયા ની હિટીંગ પાવર પણ ઓછી થઈ રહી છે, જે ટીમ ઈન્ડિયા માટે સારી વાત નથી. હાર્દિક પંડયાને આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પણ ટીમનું પ્રદર્શન ઘણું જ ખરાબ જોવા મળી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પર હવે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો પણ તોળાયેલો છે.
આ પણ વાંચો: 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને રચ્યો ઈતિહાસ