જાણો કેમ ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપમાં થયો ઘટાડો
- ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહવું પડશે
- મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો
- ભુજમાં 37.6 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી તાપમાન
ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપમાં ઘટાડો થયો છે. જેમાં ભાવનગરમાં 38.2 ડિગ્રી, રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 38.7 ડિગ્રી, મહુવામાં 38.8 ડિગ્રી તાપમાન સાથે ડીસામાં 37.8 ડિગ્રી, વડોદરામાં 37.9 ડિગ્રી તાપમાન છે. તેમજ ભુજમાં 37.6 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો
મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદ, કંડલા અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. તથા ગાંધીનગરમાં 38.6 ડિગ્રી ,સુરતમાં 38 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેવું પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન જ રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઇકાલે વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું.
ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહવું પડશે
કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક બાજુ ડાંગમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જ્યારે ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહવું પડશે. રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી ઊંચકાવવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.