ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર ખાતે મતદાન કરવા રંગોળી મારફતે પ્રેરિત કરાયા

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં તા. ૭ મેના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે અને વિક્રમજનક મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આવતા અરજદારોને રંગોળી મારફતે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે સ્વીપ નોડલ ઓફિસર વી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ મતદારો અચૂક મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી રંગોળી દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા કચેરી ખાતે આવતા અરજદારોને ૧૦૦ % મતદાન થાય તે અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : “હું અવશ્ય મતદાન કરીશ” ના સંકલ્પ સાથે અંબાજીમાં દર્શનાર્થીઓ સહી ઝુંબેશમાં સહભાગી બન્યા

Back to top button