ઉત્તર ગુજરાતગુજરાત

મતદાનના દિવસે મહિલાઓ પહેલા મતદાન પછી જલ્પાન કરે: પ્રદેશ મહિલા અધ્યક્ષ

Text To Speech
  • ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું

પાલનપુર : લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને મહિલાઓએ મતદાનના દિવસે પહેલા મતદાન કર્યા બાદ જલપાન કરવા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષએ ડીસા ખાતે યોજાયેલા ભાજપના મહિલા સંમેલનમાં મહિલાઓને અનુરોધ કર્યો હતો. ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરએ ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી.


જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌ પ્રથમ મતદાન કરવા અને પછી જલ્પાન કરવા આહવાન કર્યું હતું.જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જીલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, સહ ઈનચાર્જ આશાબેન પટેલ, અવની બેન આલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકીલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

આ પણ વાંચો : રાજકોટને કોઈની નજર ના લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છુંઃ ધાનાણીનો કટાક્ષ

Back to top button