ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનમાં અમેરિકન મહિલા પર ગેંગરેપ, હોટલમાં ઘટના બની

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યાં લાંબા સમયથી મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલામાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક અમેરિકન મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મહિલા હોટલમાં હતી ત્યારે આ ઘટના બની હતી.

વાસ્તવમાં આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે. પીટીઆઈએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે, 21 વર્ષની અમેરિકન મહિલા સાથે ગેંગરેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રવિવારે એક હોટલમાં બે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મહિલા ત્યાં એક વ્લોગ બનાવવા ગઈ હતી.

આ સમગ્ર મામલાની માહિતી આપતા પાકિસ્તાન પોલીસે મંગળવારે જણાવ્યું કે, આ ઘટના 17 જુલાઈના રોજ અહીંથી 500 કિલોમીટર દૂર ડીજી ખાન જિલ્લાના હિલ સ્ટેશન ‘ફોર્ટ મુનરો’ની એક હોટલમાં બની હતી. જ્યારે પીડિતા તેના સોશિયલ મીડિયા મિત્રો સાથે એક વ્લોગ બનાવવા માટે સ્થળની મુલાકાત લઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી.

અમેરિકન યુવતી તેના સોશિયલ મીડિયા મિત્રના આમંત્રણ પર કરાચીથી ફોર્ટ મનરો આવી હતી. ડીજી ખાનના ડેપ્યુટી કમિશનર અનવર બરિયારે જણાવ્યું હતું કે પ્રવાસી વિઝા પર પાકિસ્તાન આવેલી મહિલા છેલ્લા સાત મહિનાથી દેશમાં રહેતી હતી. તેમણે કહ્યું કે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંબંધિત પક્ષકારો સાથે ચર્ચા ચાલી રહી છે.

Back to top button