હદ છે! પાન મસાલાનો તવા આઈસક્રીમ બનાવી દીધો?
- પાન-મસાલા મિક્સ આઈસ્ક્રીમ જોયા પછી લોકો સોશિયલ મીડિયામાં આનંદ માણી રહ્યા છે
HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ: આજકાલ ફૂડ એક્સપેરિમેન્ટનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળે છે. કેટલાક પરાઠા સાથે પ્રયોગ કરે છે અને તેમાં ચિપ્સ, ચોકલેટ વગેરે જેવી વસ્તુઓ ભરે છે. જ્યારે કોઈ ભજીયા સાથે પ્રયોગ કરે છે અને ચોકલેટ ભજીયા બનાવે છે. આટલું જ નહીં, લોકોએ ચા પણ છોડી નથી જે બધાને ગમે છે. કેટલાક લોકોએ ચામાં કેળા, ચીકુ ઉમેર્યા તો કેટલાક લોકોએ ઓલ્ડ મોન્ક ઉમેરી. એક મહિલાએ પોતાની ચામાં માછલી પણ નાખી છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેને જોયા પછી લોકો ખૂબ ગુસ્સે થાય છે. પરંતુ કદાચ આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે કોઈ ફૂડ એક્સપેરિમેન્ટ જોયા પછી લોકોને ગુસ્સો ઓછો અને મજા વધુ આવી રહી છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ પાન-મસાલા મિક્સ કરીને આઈસ્ક્રીમ બનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ફની કમેન્ટ પણ કરી રહ્યા છે અને પાન-મસાલાના પ્રેમીઓ સરનામું પણ શોધી રહ્યા છે.
View this post on Instagram
પાન-મસાલા મીક્ષ આઈસ્ક્રીમ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિ વિમલને થાળીમાં મૂકે છે. આ પછી તે તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખે છે અને બંનેને મિક્સ કરે છે. થોડીવાર મિક્સ કર્યા પછી, તે તેને પ્લેટમાં ફેલાવે છે અને રોલની જેમ આઈસ્ક્રીમ તૈયાર કરે છે. આ પછી, તે આઈસ્ક્રીમને બીજી પ્લેટમાં મૂકે છે, તેના પર ચોકલેટ, બિસ્કિટ તેમજ વિમલ મૂકે છે અને તેને શણગારે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને @desimojito નામના એકાઉન્ટથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “બોલો ઝુબાન કેસરી” અન્ય એક યુઝરે લખ્યું કે, “હેલ્ધી ઝુબાન કેસર.” ત્રીજા યૂઝરે લખ્યું કે, શું આ Desert ખાધા પછી થૂંકવાનું પણ છે, ખરા? તો અન્ય એક યુઝરે લખ્યું કે, “કેસર સાથે વિમલ આઈસ્ક્રીમ.“