ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા: BSPના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પાછુ ખેંચ્યું

Text To Speech

સુરત, 22 એપ્રિલ 2024, સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ ભાજપે અન્ય આઠ ઉમેદવારોને મનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતાં. જેમાં સાત ઉમેદવારો માની ગયાં હતાં અને એક બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયા હતાં. ત્યાર બાદ અચાનક તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના વિજેતા બન્યાં છે. સુરતની બેઠક ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બિનહરિફ જાહેર થઈ છે.

પ્યારેલાલે ગઈકાલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું
સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયાં છે. છેલ્લા એક કલાકથી વધુના સમયથી તેમના પરિજનો તેમજ પાર્ટીના લોકો તેમનો સંપર્ક કરી રહ્યાં છે. તેઓની 12 વાગ્યાની આસપાસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વાતચીત થઈ હતી, ત્યાર બાદથી કોઈ અતોપતો નથી. ગઈકાલે પ્યારેલાલ ભારતી અને તેમના ફેમિલીના લોકો વડોદરામાં અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા. જે પછીથી હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમની પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યારેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. ગઈકાલે સુરત કલેકટરે અને પોલીસને પત્ર લખ્યો હતો. હવે અચાનક તેમણે ફોર્મ પાછું ખેંચતા મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના વિજેતા બન્યાં છે.

‘એ પાર્ટી દેશમાં શાસન શું કરવાની’: મુકેશ દલાલ
સભા સંબોધતા ઉમેદવાર મુકેશ દલાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ બાબતે નિવેદન કરતા કહ્યું હતું કે, મોટો દુશ્મન ભલે આપણા બેલેટ પેપરમાંથી ગાયબ થઈ ગયો છે. આપણે એટલી જ તાકાતથી ચૂંટણી લડવાની છે. જે પાર્ટી દેશમાં શાસન કરવાનાં ખ્વાબ જોતી હોય એ પાર્ટીના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રિજેક્ટ થાય છે, એ દેશમાં શાસન શું કરવાના?મુકેશ દલાલે જણાવ્યું હતું કે, જેમ ઓલપાડમાં કોંગ્રેસ ખતમ કરી તેમ દેશમાં પણ ખતમ થઈ રહી છે અને તેની શરૂઆત સુરત લોકસભાએ કરી છે. 4 જૂને જોઈ લેજો સિટી બસ પણ ખાલી રહે એટલી માત્ર 40 સીટ કોંગ્રેસને આવવાની છે. આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, એમના શાહજાદાને તો ક્યાંથી લડવું એ પણ ખબર નથી, એના પણ ફાંફાં છે.

આ પણ વાંચોઃગુજરાતઃ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો અહીં પૂરી વિગત

Back to top button