ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

5 સ્ટાર હોટલના ધાબા પરથી બિઝનેસમેને છોકરાને નીચે ફેંકી દીધો, CCTV વાયરલ

  • યુપીના બરેલીમાં એક 5 સ્ટાર હોટલની અંદર પાર્ટી દરમિયાન ઝઘડો થયો હતો. આ મારામારીના CCTV હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક વ્યક્તિ એક છોકરાને મારતો અને પછી ધાબા ઉપરથી નીચે ફેંકતો જોવા મળે છે

બરેલી, 22 એપ્રિલ: યુપીના બરેલીમાં એક 5 સ્ટાર હોટલમાં મોટો ઝઘડો થયો હતો. હોટલમાં પાર્ટી કરી રહેલા બિઝનેસમેનન વચ્ચે થયેલી લડાઈ અને હંગામાના સીસીટીવી પણ પ્રકાશમાં આવ્યા છે. વાસ્તવમાં, આ ઝઘડો એક 5 સ્ટાર હોટલમાં પ્રી-વેડિંગ પાર્ટીમાં દારૂના નશામાં શરૂ થયો હતો, જેમાં એક બિઝનેસમેન પિતા-પુત્રએ બીજા બિઝનેસમેનના પુત્રને માર માર્યો હતો અને તેને ધાબા ઉપરથી નીચે ફેંકી દીધો હતો.

પીડિત છોકરાની હાલત ખરાબ

પીડિત છોકરાને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર લડાઈ અને છોકરાને ધાબા ઉપરથી ફેંકી દેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલામાં પિતા-પુત્ર વિરુદ્ધ ખૂની હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 5 સ્ટાર હોટલનો છે.

અહીં જૂઓ વાયરલ થયેલા CCTV

 

શું છે સમગ્ર મામલો?

રાજેન્દ્ર નગરના રહેવાસી સંજય અગ્રવાલે જણાવ્યું કે તે અને તેમનો પુત્ર સાર્થક અગ્રવાલ બંને દવાનો વેપાર કરે છે. તેઓ સુરક્ષા ફોરમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પણ છે. તેમનો પુત્ર સાર્થક અગ્રવાલ હેલ્થ સેક્ટરમાં કેમિકલનો બિઝનેસ કરે છે. સાર્થક અગ્રવાલ તેના મિત્ર અને જનકપુરીના રહેવાસી રિદ્દિમ અરોરા અને અન્ય મિત્રો સાથે હોટેલ રેડિસનમાં પાર્ટીમાં ગયા હતા. અહીં પ્રી-વેડિંગ પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન બોલાચાલી થઈ હતી. દુર્વ્યવહાર બાદ રિદ્દિમ અરોરાએ તેના પિતા અને ટેક્સટાઈલ બિઝનેસમેન સંજીવ અરોરાને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા.

સાર્થક અગ્રવાલે સંજીવ અરોરાના ચરણ સ્પર્શ કર્યા, પરંતુ તેમ છતાં મામલો શાંત ન થયો. આરોપ છે કે સતીશ અરોરા અને તેના પુત્ર રિદ્ધિમે સાર્થક અગ્રવાલ પર હુમલો કર્યો અને તેને ધક્કો મારીને હોટલના ધાબા પરથી નીચે ફેંકી દીધો. આ કારણે તે ભારે ઘાયલ થયો હતો. આ મામલાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત સાર્થકને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત એકદમ નાજુક છે ઈન્સ્પેક્ટર ઈજ્જતનગર જય શંકર સિંહે જણાવ્યું કે આ કેસમાં હુમલો અને ખૂની હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે.

સીસીટીવીએ ઘટનાનું રહસ્ય ખોલ્યું

હોટલમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 21 એપ્રિલના રોજ સવારે 2:39 વાગ્યે ઝઘડો થયો હતો અને સવારે 2:40 વાગ્યે યુવકને ધક્કો મારીને ધાબા પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલામાં હોટલના માલિક મહેતાબ સિદ્દીકીનું કહેવું છે કે તેમના સ્ટાફ પર કોઈએ હુમલો કર્યો નથી. હોટલમાં પાર્ટી હતી. પાર્ટીમાં આવેલા બે લોકો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. હોટેલને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો: પત્નીની નજર સામે કર્યું દુષ્કર્મ અને પછી ધર્માંતર માટે દબાણઃ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ

Back to top button