ટ્રેન્ડિંગનેશનલવિશેષ

સુપર નટવરલાલ! નકલી જજ બનીને ગુનેગારોને જામીન અપાવનાર ચોરનું મૃત્યુ

  • પ્રખ્યાત ચોર ધનીરામ મિત્તલનું 85 વર્ષની વયે નિધન થયું 

HD ન્યૂઝ ડેસ્ક, 22  એપ્રિલ: સુપર નટવરલાલ તરીકે ઓળખાતા દેશના સૌથી પ્રખ્યાત ચોર ધનીરામ મિત્તલનું પાછલા દિવસોમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, તેમની તબિયત ઘણા દિવસોથી ઠીક ન હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. “ધનીરામ મિત્તલ” આ એ નામ છે જેણે આખો કાયદો બરબાદ કરી દીધો હતો. ચોરીની દુનિયામાં તેમને ‘નટવરલાલ’ કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે ચોરોમાં આ નામ સૌથી વધુ પ્રખ્યાત છે, હકીકત એ છે કે, 4 રાજ્યોના પોલીસ સ્ટેશનમાં 150થી વધુ કેસ નોંધાયેલા છે. કહેવાય છે કે, ધનીરામ મિત્તલ પાસે માત્ર ચોરીનું કૌશલ્ય જ નહોતું, પરંતુ પોતાની અભિનય કુશળતાથી તેઓ બોલિવૂડના મોટા કલાકારોને પણ પછાડી શકતા હતા. એક વખત ધનીરામ મિત્તલે હદ વટાવી દીધી હતી, તેમણે નકલી જજ બનીને અનેક ગુનેગારોને જામીન અપાવ્યા હતા, જેના કારણે સમગ્ર તંત્ર હચમચી ગયું હતું. હવે અહેવાલો આવી રહ્યા છે કે ધનીરામ મિત્તલનું નિધન થયું છે.

ક્યાં કારણે મૃત્યુ નિપજ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, ધનીરામ મિત્તલને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ હતી, જેના કારણે તેમનું 85 વર્ષની વયે અવસાન થયું હતું. ધનીરામ મિત્તલના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. ધનીરામ હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને રાજસ્થાનમાં 150થી વધુ ચોરીના કેસમાં સંડોવાયેલો હતો, જેમાંથી મિત્તલ 90થી વધુ કેસમાં જેલમાં જઈ ચૂક્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે ચોરી, છેતરપિંડી અને છળ-કપટના એક હજારથી વધુ કેસમાં સીધી રીતે સંડોવાયેલા હતા. ધનીરામનું નામ સૌ પ્રથમ 1964માં સૌની સામે આવ્યું, ત્યારબાદ તે ક્યારેય અટક્યું નહીં.

ચોર ધનીરામ ખૂબ ભણેલો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, એકવાર તેણે હરિયાણાની ઝજ્જર કોર્ટના પાર્કિંગમાંથી કાર ચોરી કરી હતી. તેણે થોડા દિવસો માટે ઝજ્જર કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કામ કર્યું અને લાંબી સજા કાપી રહેલા ગુનેગારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો. ધનીરામ મિત્તલે રોહતકમાંથી B.Sc પાસ કર્યું અને બાદમાં તેમણે રાજસ્થાનમાંથી LLB પણ કર્યું. LLB કર્યા પછી તેણે વકીલો પાસેથી ક્લાર્કનું કામ શીખ્યું. આ પછી, તેણે નકલી દસ્તાવેજો બનાવીને સ્ટેશન માસ્ટરની નોકરી મેળવી અને 1968થી 1974 સુધી ત્યાં કામ કર્યું. 2016માં 77 વર્ષની ઉંમરે રાની બાગમાં કાર ચોરી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ તેની 95મી ધરપકડ હતી.

આ પણ જુઓ: ભારત માટે આંચકો? માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન સમર્થિત પ્રમુખ મુઇઝઝૂની જંગી જીત

Back to top button