ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને રચ્યો ઈતિહાસ

  • કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતનાર વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય બન્યો 
  • પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે આ ખિતાબ  2014માં જીત્યો હતો 

ટોરેન્ટો(કેનેડા), 22 એપ્રિલ: કેનેડાના ટોરેન્ટોમાં ભારતના 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે 14-રાઉન્ડની કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો અને આ વિશ્વ ખિતાબ માટે સૌથી યુવા ચેલેન્જર બન્યો છે. આ વર્ષના અંતમાં તે તાજ માટે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનનો સામનો કરશે. અમેરિકાના હિકારુ નાકામુરા સામેની અંતિમ રાઉન્ડની રમત ડ્રો થયા બાદ ગુકેશે સંભવિત 14માંથી 9 પોઈન્ટ મેળવ્યા હતા અને જીત હાંસલ કરી હતી. કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર મહાન વિશ્વનાથન આનંદ પછી તે બીજો ભારતીય બન્યો છે. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદે આ ખિતાબ  2014માં જીત્યો હતો

 

જીત બદલ વિશ્વનાથન આનંદે શું કહ્યું?

વિશ્વનાથન આનંદે ‘X'(ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું કે,“ડી. ગુકેશને સૌથી યુવા ચેલેન્જર બનવા બદલ અભિનંદન, તેણે જે કર્યું છે તેના પર પરિવારને ખૂબ ગર્વ છે. તે જે રીતે રમ્યો અને મુશ્કેલ પરિસ્થિતિઓને હેન્ડલ કરી તેના પર મને અંગત રીતે ખૂબ ગર્વ છે. આ ક્ષણનો આનંદ માણો.” વિશ્વનાથન આનંદે આ યુવાને શુભેચ્છા પાઠવી, જે તેને પસંદ કરે છે, ડી. ગુકેશ પણ વિશ્વનાથન આનંદ જેમ તમિલનાડુના ચેન્નાઈનો છે.

ડી. ગુકેશને જરૂર હતી કે રશિયાના ઇયાન નેપોમ્નિયાચચી અને ટોચની ક્રમાંકિત અમેરિકન ફૈબિયાનો કારુઆના વચ્ચેની છેલ્લી ગેમ ડ્રોમાં સમાપ્ત થાય અને બરાબર તે જ રીતે કામ થયું. જો આ બેમાંથી કોઈ એક ખેલાડી પણ જીત્યો હોત, તો ટૂર્નામેન્ટને ટાઈ-બ્રેકની જરૂર પડે તેમ હતું કારણ કે ગુકેશ અને વિજેતા સંયુક્ત લીડમાં રહે તેમ હતું. ગુકેશ છેલ્લા ઘણા સમયથી ચેસ પોતાનું નામ કરી રહ્યો છે અને 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર ચેસના ઈતિહાસમાં ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. ગયા વર્ષે, તેણે હેંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપની તારીખો અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ પણ જુઓ: અમદાવાદની છ વર્ષીય તક્ષવી વાઘાણીએ રચ્યો ઈતિહાસ: સ્કેટિંગમાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Back to top button