અંતરિક્ષ પ્રવાસ માટે પસંદ થયેલા ભારતીય મૂળના ગોપી થોટકુરા કોણ છે?
એટલાન્ટા (જ્યોર્જિયા), 21 એપ્રિલ: જેફ બેઝોસની આગેવાની હેઠળના સ્પેસ સ્ટાર્ટઅપ બ્લુ ઓરિજિને આ મહિને છ સભ્યોના ક્રૂ અંગે જણાવ્યું હતું, જે તેના NS-25 મિશન પર ઉડાન ભરશે. જેમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ગોપી થોટાકુરાનો પણ સામેલ છે. ગોપી સિવાય ટીમમાં એડ ડ્વાઇટ પણ સામેલ છે, જે 1961માં પ્રથમ અશ્વેત અવકાશયાત્રી હતા, જેમને એરોસ્પેસ રિસર્ચ પાયલોટ સ્કૂલ (ARPS)માં તાલીમમાં પ્રવેશવા માટે તત્કાલીન યુએસ પ્રમુખ જ્હોન એફ કેનેડી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા, જો કે NS-25 મિશનમાં ભાગ લેનાર ભારતીય ગોપી થોટાકુરા ઇતિહાસમાં પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી બનશે.
પિતાએ તેમના શોખને ઊંચી ઉડાન આપી
અગાઉ જ્યારે ગોપી થોટાકુરા ગરમ હવાના ફુગ્ગા ઉડાવતા હતા, ત્યારે તેમના પિતાએ તેમનો શોખ અને તેમના સપનાને સાકાર કરવા માટે કહ્યું. તેમના પિતાએ ગોપીના શોખને ઊંચી ઉડાન આપી. પિતાનો આ ટેકો ત્યારે પૂરો થશે જ્યારે 30 વર્ષીય ભારતીય પાયલોટ જેફ બેઝોસની માલિકીની બ્લુ ઓરિજિન્સ ન્યૂ શેપર્ડની 25મી ફ્લાઇટમાં પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી બનશે. ગોપી એટલાન્ટામાં તેમના પિતા સાથે રહે છે અને અમેરિકામાં એક વેલનેસ કંપની ચલાવે છે. ગોપીએ કહ્યું કે, અમે બધા રોજ જાગીએ છીએ અને આકાશ તરફ જોઈએ છીએ. એક દિવસ હું ત્યાં જઈને મારી નરી આંખે પૃથ્વીને જોવા ઈચ્છું છું. ઉડવું એ મારો શોખ છે અને અવકાશમાં જવાનું છેલ્લું સપનું છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ શર્માના 1984ના મિશન પછી અવકાશમાં જનાર ગોપી પ્રથમ ભારતીય અવકાશયાત્રી હશે.
ખાનગી સ્પેસ કંપનીએ તારીખો જાહેર કરી નથી
જો કે ખાનગી સ્પેસ કંપનીએ હજુ સુધી તારીખો જાહેર કરી નથી, પરંતુ આ મિશન ભારતની પોતાની માનવ અવકાશ ઉડાન પહેલા થાય તેવી શક્યતા છે. અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસની માલિકીની ખાનગી સ્પેસ કંપનીનો ઉદ્દેશ્ય અવકાશનું લોકશાહીકરણ કરવાનો અને કલાકારો, કવિઓ અને શિક્ષકોને કરમન રેખા (પૃથ્વીની સપાટીથી લગભગ 80થી 100 કિમીનો વિસ્તાર, જ્યાં અવકાશ શરૂ થાય છે) સુધી પહોંચવા માટે સશક્તિકરણ કરવાનો છે.
મહત્ત્વનું છે કે, જેફ અને તેમના ભાઈ માર્ક બેઝોસ ન્યૂ શેપર્ડની પ્રથમ માનવ સબર્બિટલ ફ્લાઇટનો ભાગ હતા. ‘સ્ટાર ટ્રેક’ ફેમ અભિનેતા વિલિયમ શેટનર બ્લુ ઓરિજિનની બીજી ફ્લાઇટ દરમિયાન ક્રૂ મેમ્બર્સમાં સામેલ હતા.
આ પણ વાંચો: 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સેન્ટર હશે’- PM મોદી