પંજાબ vs ગુજરાત મેચમાં મુલ્લાનપુરની પિચ અને હવામાન કેવું રહેશે?
- પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો
- ગુજરાત પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાને તો પંજાબ 9માં સ્થાને
HD ન્યૂઝ ડેસ્ક, 21 એપ્રિલ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં 21 એપ્રિલના રોજ બે મેચ રમાશે. પ્રથમ મેચ ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મુકાબલો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
PBKS vs GT હેડ 2 હેડ રેકોર્ડ્સ
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી IPLમાં ચાર વખત સામ સામે ટકરાઈ ચૂકી છે. જેમાંથી પંજાબે 2 અને ગુજરાતે 2 મેચમાં જીત મેળવી છે. પંજાબ કિંગ્સનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર ગુજરાત ટાઇટન્સ સામે 200 રનનો છે. આ સ્કોર IPL 2024માં ગુજરાત ટાઇટન્સ સામેની અગાઉની મેચમાં પંજાબ કિંગ્સે બનાવ્યો હતો.
પિચ રિપોર્ટ
મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ રેતીથી બનેલી હોવાથી તે ઝડપી બોલરોને વધુ મદદ કરે છે. અહીં જીત માટે 170 થી 180 રનનો સ્કોર પૂરતો માનવામાં આવે છે. અહીં બેટ્સમેન અને બોલરો માટે સમાન તકો છે. જોકે, સ્પિન બોલરો મધ્ય ઓવરોમાં કેટલાક અંશે અસરકારક સાબિત થઈ શકે છે. જો શરૂઆતની ઓવરોમાં બેટ્સમેન ઝડપી રન બનાવે છે તો બોલરો પર દબાણ સર્જાઈ શકે છે. ટોસ જીત્યા બાદ કેપ્ટન પહેલા બોલિંગ કરવા માંગે છે.
મેચમાં હવાનાન કેવું રહેશે?
Accuweather.com અનુસાર, 21 એપ્રિલ, રવિવારની સાંજે મુલ્લાનપુરમાં તાપમાન 25 થી 32 ડિગ્રીની આસપાસ રહેશે. આકાશમાં વાદળો નહીં હોય. વરસાદની કોઈ શક્યતા નથી. ભેજ સરેરાશ 31% આસપાસ રહેશે. સાંજે 7 વાગ્યે ભેજ 24 ટકા રહેશે, જે 11 વાગ્યા સુધીમાં વધીને 39 ટકા થશે.
આ પણ વાંચો: CSKનો જબરો ફેન! ચેન્નઈની ટીમના લોગોવાળું બનાવ્યું વેડિંગ કાર્ડ, આ જોઈને ધોની પણ થઈ જશે ફિદા